મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ; મધ્ય ગુજરાતમાં જળબંબાકાર, બોડેલીમાં 16 ઈંચ, પાવી જેતપુરમાં 10 ઈંચ વરસાદ

5 મહિનો પહેલા

નમસ્કાર,

આજે સોમવાર છે, તારીખ 11 જુલાઈ, અષાઢ સુદ-બારસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) ભારે વરસાદની સંભાવનાને પગલે આજે દક્ષિણ ગુજરાતમાં રેડ અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ

2) આજનો દિવસ દુનિયાભરમાં 'વિશ્વ વસ્તી દિવસ' તરીકે મનાવાશે

3) મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની જામીન અરજી પર આજે સુનાવણી થશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) મધ્ય ગુજરાતમાં જળબંબાકાર:બોડેલીમાં 16 ઈંચ, પાવી જેતપુરમાં 10, છોટાઉદેપુરમાં 9 ઈંચ વરસાદ, નદી-નાળા છલકાયા, ઘરોમાં પાણી ઘૂસ્યા, 40 લોકોને રેસ્ક્યૂ કરાયા

મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 16 ઈંચ પાવી જેતપુરમાં 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુરમાં 9 ઇંચ વરસસ્યો હતો. મધ્ય ગુજરાતમાં શનિવાર રાતથી શરૂ થયેલો વરસાદ રવિવારે પણ અવિરત પણે વરસી રહ્યો હતો. છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં અતિ ભારે વરસાદ થયો હતો. છોટાઉદેપુર જિલ્લામાં નદી-નાળાઓ છલકાઈએ ગયા હતા અને સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા.

વાંચો સમાચાર વિગતવાર

2) હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો:ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર પીપળી-વટામણ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણનાં મોત; બે ઘાયલ

ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર પીપળી-વટામણ વચ્ચે મારૂતિ ઈકો કાર તથા ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ પુરૂષોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં જયારે બે ગંભીર રીતે ઘવાયેલ વ્યક્તિ ઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર

3) ફોન કોલમાં અકસ્માત 'કેદ':સાપુતારામાં બસ ખીણમાં ખાબકી ત્યારે મહિલા સાથે પરિવાર વાત કરતો હતો, ઘડાકા બાદ સંભળાઈ માત્ર ચિચિયારીઓ

સુરતથી સાપુતારાના પ્રવાસે ગયેલી શ્યામ ગરબા ક્લાસીસની 67 મહિલા મુસાફરોની બસને પરત ફરતી વેળા માલેગાંવ નજીક મોડી સાંજે અકસ્માત નડ્યો હતો. બસ 50 ફૂટ ઉંડી ખાઇમાં ખાબકી હતી. આ ઘટનામાં બે મહિલાનું મૃત્યું થયા હતા. આ અકસ્માત થયો ત્યારે સુરતથી પરિવારજનની બસમાં સવાર મહિલા સાથે ફોન કોલમાં વાત ચાલી રહી હતી. જેમાં આ અકસ્માત થયાનો અવાજ સંભળાય છે. ઘડાકા બાદ માત્ર બૂમાબૂમ અને ચિચિયારીઓ જ સંભળાઈ રહી છે.

વાંચો સમાચાર વિગતવાર

4) કાલી વિવાદ વચ્ચે પીએમ મોદીનું નિવેદન, વડાપ્રધાને કહ્યું- ભારત પર માતા કાલીના આશીર્વાદ, આ આધ્યાત્મિક ઉર્જાથી દેશ આગળ વધી રહ્યો છે

માતા કાલી પરના પોસ્ટર વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે માતા કાલી સમગ્ર ભારતની ભક્તિનું કેન્દ્ર છે. તેમના આશીર્વાદ હંમેશા દેશ પર છે. દેશમાં માતા કાલીના પોસ્ટર પર ચાલી રહેલા વિવાદ વચ્ચે વડાપ્રધાનનું આ પહેલું નિવેદન સામે આવ્યું છે.

વાંચો સમાચાર વિગતવાર

5) 2 મહિનામાં ચોથા મંત્રીએ રાજીનામું આપ્યું, વિરોધ પ્રદર્શનકારીઓનો આરોપ- પોલીસે જ PMના નિવાસ સ્થાનને આગ લગાડી

શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન મિનિસ્ટર ધમ્મિકા પરેરાએ આજે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધુ છે. ધમ્મિકા વિતેલા બે મહિનામાં મંત્રીપદ પરથી રાજીનામું આપનાર ચોથા મંત્રી છે. બીજી બાજુ, સેના પ્રમુખ શૈવેન્દ્ર સિલ્વેએ લોકોને સિક્યોરિટી ફોર્સ તથા પોલીસને સહયોગ કરવા અપીલ કરી છે,જેથી દેશમાં શાંતિ સ્થાપિત કરી શકાય.

વાંચો સમાચાર વિગતવાર

6) ઉત્તરથી દક્ષિણ સુધી મુશળધાર વરસાદ, UPમાં વીજળી પડતા 5ના મોત, મહારાષ્ટ્રમાં 128 ગામો સંપર્કવિહોણા; તેલંગાણામાં રેડ એલર્ટ

ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ચોમાસાના મુશળઘાર વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ ભારે વરસાદથી પૂરને કારણે ઘણા વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. મહારાષ્ટ્રમાં પૂરના કારણે 128 ગામો સંપર્કવિહોણા થઈ ગયા છે. જ્યારે બીજી તરફ રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં 186% થી વધુ વરસાદ પડ્યો છે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ:અમદાવાદના બોપલ, ચાંદખેડા, ગોતા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો

2) સુપ્રીમ કોર્ટના નામે ઇ-મેઇલ કરી રૂ. 3.73 કરોડ પડાવી લેનાર અમદાવાદના શખ્સને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

3) સુરતમાં સિંગણપોર-રાંદેરને જોડતો કોઝવે ઓવરફ્લો, વાહન વ્યવહાર માટે બંધ કરાયો

4) કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી!:ઊંઝા શહેર અને તાલુકાના કોંગ્રેસ પ્રમુખોને હટાવી રાતોરાત નવા પ્રમુખની વરણી કરાઇ

5) ગોવામાં કૉંગ્રેસ ઉપર સંકjiટ,ભૂતપુર્વ CM દિગંબર કામત સહિત 9 ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શકયતા, કૉંગ્રેસે અફવા ગણાવી

6) દક્ષિણ આફ્રિકાના જૉહનિસબર્ગમાં શૂટઆઉટ થતા 14 લોકોના મોત, ઈજાગ્રસ્ત 9 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

આજનો ઈતિહાસ

વર્ષ 2006માં આજના દિવસે મુંબઈની લોકલ રેલવેમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા,જેમાં 209 નિર્દોષ લોકોના મોત થયા હતા

અને આજનો સુવિચાર
વિચાર અને વ્યવહારમાં સામંજસ્ય હોવું એ જ સૌથી મોટી પ્રામાણિકતા છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...