તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમીનો પ્રકોપ:આગામી 4 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી, હવામાનની કામ વગર લોકોને બહાર ન નીકળવા અપીલ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 27 અને 28 માર્ચમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તાલુકામાં હીટવેવની આગાહી

રાજ્યમાં હાલ બેવડી ઋતુ ચાલી રહી છે. ત્યારે હવે હવામાન વિભાગે આગામી 4 દિવસ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. સૂર્યના તેજ પ્રકોપથી તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી સુધી વધી શકે છે. સાથે જ 27 માર્ચ અને 28 માર્ચમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તાલુકામાં હીટવેવની આગાહી છે. હીટવેવની આગાહીના પહેલ દરિયા કિનારાવાળા વિસ્તારોમાં તાપમાનમાં વધારો થશે. જેના કારણે લોકોને કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.

સામાન્ય રીતે દરિયા કિનારાવાળા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ઓછું હોય છે. અને એ જ કારણે છે કે, લોકો ઉનાળા વેકેશનમાં પરિવાર સાથે દરિયા કિનારે જવાનું વધુ પસંદ કરે છે. પરંતુ આ વખતે આ સ્થળો પર પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. પોરબંદરનું હાલમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી પર પહોંચ્યું છે. હવામાન વિભાગે હીટવેવની આગાહી કરતા સ્થાનિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.

બેવડી ઋતુથી શરદી, ઉધરસના દર્દીની સંખ્યા વધી
રાજ્યમાં એકતરફ કોરોના મહામારી ચાલી રહી છે. સતત નવા કેસોમાં વધારો થતા લોકોમાં ફરી એકવાર ડરનો માહોલ સર્જાયો છે .ત્યારે હાલમાં ચાલી રહેલી બેવડી ઋતુ શરદી, ઉધરસના સહિતના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. સરકારી અને ખાનગી દવાખાનાઓમા શરદી, ઉધરસના દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યાં છે. શરદી, ઉધરસને કોરોનાના લક્ષણૉ પણ ઘણવામાં આવતા લોકોમાં સંક્રમણનો ખોફ વધુ ફેલાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો