તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સાથે ગરમી પણ દઝાડશે:આગામી 4 દિવસ ગુજરાતમાં હિટવેવની આગાહી, કામ વિના ઘર બહાર ન નીકળવા હવામાન વિભાગની અપીલ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • સૌરાષ્ટ્ર-કચ્છ, અમદાવાદ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં હિટવેવની આગાહી
  • શનિ-રવિવારે કેટલાક શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચી શકે

કોરોનાની સાથે સાથે હવે રાજ્યમાં કાળઝાળ ગરમી પણ દઝાડશે. ઉત્તરના પવનો ફૂંકાતાની સાથે મહત્તમ તાપમાન 39 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે. દર વર્ષની જેમ આ વખતે પણ રાજ્યમાં ઉનાળો આકરો સાબિત થશે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં શનિ-રવિવારે કેટલાક શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચે તેવી શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

માત્ર એટલું જ નહીં, હવામાન વિભાગ દ્વારા લોકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આ કાળઝાળ ગરમીમાં લોકો બીમાર પડી શકે છે, જો આ રીતે જ ગરમીનો પારો વધતો રહ્યો તો એપ્રિલ મહિનામાં ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે. જો કે રાજ્યમાં કેટલાક શહેરોમાં વાર્તાવરણ પલટો જોવા મળ્યો છે.

અમદાવાદમાં હવાનું પ્રદુષણ વધાતા કોરોના દર્દીઓ માટે સંકટ
અમદાવાદમાં કોરોના સંક્રમણની સાથે શહેરમાં વધુ એક મોટી હવાના પ્રદુષણની મુશ્કેલી ઉભી થઈ છે. અમદાવાદમાં ધીરે-ધીરે હવાના પ્રદુષણના પ્રમાણમાં વધારો નોંધાયો છે. જેના કારણે સૌથી વધુ મુશ્કેલી કોરોનાના દર્દીઓને થઈ શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેનાથી શહેરમાં થતા હવાના પ્રદૂષણ વિશે માહિતી મેળવી શકાય છે. હાલની સ્થિતિ પર નજર કરીએ તો અમદાવાદ એર ક્વોલિટી ઈન્ડેક્સ 286 નોંધાયો છે. જે દિલ્હી તેમજ પુના કરતા પણ વધારે છે. ત્યારે શહેરમાં સૌથી વધુ હવાનું પ્રદુષણ રાયખડમાં નોંધાયું છે. રાયખડમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 308 નોંધાયો છે.

ધૂળ કરતા ધૂમાડો વ્યક્તિના સ્વાસ્થ્ય માટે વધુ હાનિકારક
સામાન્ય રીતે હવામાં રજકણ રહેલા હોય છે. પરંતુ નિયત માત્રાથી વધારે હોય તો તે માણસના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ભારતના મોટા શહેરોમાં હાલ આવા પાર્ટીકલનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. જેમાં વાતાવરણમાં ખાસ કરીને ધૂમાડો અને ધૂળના રજકણો મુખ્ય જવાબદાર પ્રદૂષક છે. આ પ્રદૂષકમાથી ધૂમાડો એ કોઈ પણ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે સૌથી વધુ હાનિકારક છે. ધૂમાડા અને ધૂળનાના વધતા પ્રમાણથી લોકોમાં શ્વાસને લગતી બીમારીઓ વધુ જોવા મળી રહી છે. ધૂળ-ધૂમાડો મહદઅંશે કેન્સર માટે પણ જવાબદાર પરિબળ છે. સૌથી વધારે બાળકોના શ્વસન પ્રક્રિયાને માઠી અસર કરે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો