તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:ગુજરાતમાં આગામી 2 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • અમદાવાદ સહિત રાજ્યનાં 7 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રી પાર કરી ગયો
 • ગરમીનું જોર યથાવત્ રહેવાની સાથે પવનની ગતિ વધવાની શક્યતા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સરક્યુલેશનની અસરોથી ઉત્તર-પશ્ચિમ ભારતનાં વિવિધ શહેરોમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે રાજ્યમાં પ્રવર્તતા પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના પવનને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં 7 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રી પાર કરી ગયો હતો. સમગ્ર રાજ્યમાં 43.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું હતું. આગામી બે દિવસોમાં રાજ્યનાં વિવિધ શહેરોમાં ગરમીનું જોર યથાવત્ રહેવાની સાથે પવનની ગતિ વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 
આગામી બે દિવસો દરમિયાન શહેરમાં ગરમીનું જોર યથાવત્ રહેવાની શક્યતા
હવામાન વિભાગનાં આંકડા મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1.9 ડિગ્રી વધીને 27.9 ડિગ્રી નોંધાયું હતું, જેને પગલે શહેરમાં દિવસ દરમિયાન ગરમીનું જોર વધ્યું હતું. આગામી બે દિવસો દરમિયાન શહેરમાં ગરમીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. જ્યારે સુરેન્દ્રનગરમાં 43.3, રાજકોટમાં 43.0, અમરેલીમાં 42.6, અમદાવાદમાં 42.2, ગાંધીનગરમાં 42.0, વડોદરામાં 41.3 તેમ જ ડીસામાં  41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સરક્યુલેશનની અસરોથી આગામી 24 કલાક દરમિયાન ભારે પવન ફૂંકાવાની સાથે ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો