તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હવામાન વિભાગ:ત્રણ દિવસ અમદાવાદ સહિતના વિસ્તારોમાં હીટ વેવની આગાહી, દ.ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ હીટ વેવ રહેશે
  • આજે રાજ્યમાં સૌથી વધુ 42.5 ડિગ્રી તાપમાન ડીસામાં નોંધાયું છે

રાજ્યમાં આવનાર 3 દિવસ અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ગરમીમાં અતિ વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ હીટ વેવ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. 
અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે (આજે) છોટા ઉદેપુર, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે અને આવનાર 2 દિવસ ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે. જ્યારે બુધવારથી ત્રણ દિવસ સુધી સાબરકાંઠા, કચ્છ સહિતના વિસ્તારોમાં હીટ વેવની સ્થિતી બની શકે છે. આજની વાત કરીએ રાજ્યમાં સૌથી વધુ 42.5 ડિગ્રી તાપમાન ડીસામાં નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 41.9 ડિગ્રી હતું. હવામાન વિભાગ અનુસાર, આવનાર 3 દિવસમાં અમદાવાદમાં તાપમાન 41.9 ડિગ્રીથી વધીને 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો