ગરમીમાં વધારો:અમદાવાદ સહિત 6 શહેરમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પવનની દિશા બદલાતાં અસર વર્તાઈ
  • હજુ અઠવાડિયું ડબલ સિઝન રહેવાની આગાહી

પવનની દિશા બદલાતાં શરૂ થયેલાં ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનોની અસરથી રાજ્યમાં પ્રથમવાર અમદાવાદ સહિત 6 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રી પાર કરી ગયો છે. 8 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રી વટાવી ગયો છે, તેની સાથે લઘુતમ તાપમાનમાં પણ 1થી 2 ડિગ્રી વધારો થતાં ગરમીમાં વધારો થયો છે. 36.6 ડિગ્રી સાથે મહુવામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.

બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.1 ડિગ્રી વધીને 36.1 અને લઘુતમ તાપમાન 2.1 ડિગ્રી વધીને 19.3 ડિગ્રીએ પહોંચતાં બપોરથી સાંજના 5 સુધી ગરમી વધી હતી. આ સિઝનમાં પ્રથમવાર અમદાવાદ સહિત 6 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીથી વધુ નોંધાયો છે. હજુ અઠવાડિયા સુધી સવાર-સાંજ ઠંડક અને બપોરે ગરમી રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

કયાં કેટલી ગરમી

અમદાવાદ36.1
મહુવા36.6
સુરેન્દ્રનગર36.5
અમરેલી36.4
વડોદરા36.2
સુરત36.2

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...