ગરમીમાં વધારો થવાની શક્યતા:ગુરુવારથી ફરી ગરમીમાં વધારો થવાની આગાહી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સરક્યુલેશનની અસરોથી હજુ 24 કલાક સુધી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. એ પછી ગુરુવારથી ફરીથી ક્રમશ ગરમીમાં વધારો થવાની શક્યતા છે.

સોમવારે મોડી સાંજ બાદ અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડતાં શહેરમાં ઠંડકનું પ્રમાણ વધ્યું હતું. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાનમાં 2.7 ડિગ્રી ગગડીને 35 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21 ડિગ્રીથી 2 ડિગ્રીથી ઘટીને 19 ડિગ્રી નોંધાયું હતું. 24 કલાક દરમિયાન અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટાથી લઇને ઝાપટા પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...