સાવધાન:અમદાવાદમાં ગરમી અને દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગોમાં વધારો થયો, ઝાડા ઉલટી સહિતના કેસ વધ્યાં

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં ગરમી અને દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ઝાડા ઉલ્ટીના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જૂન મહિનાની શરૂઆતમાં પણ ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસો સામે આવી રહ્યા છે. હજી પણ ગરમી અને દૂષિત પાણીને કારણે ઝાડા ઉલટી અને પેટમાં દુઃખાવો સહિતના રોગોમાં વધારો થયો છે.

4 દિવસમાં ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસ વધ્યાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ચાલુ જૂન મહિનામાં પાણીજન્ય રોગોમાં 4 દિવસમાં ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસોમાં ઝાડા ઉલટીના 113, કમળાના 32 અને ટાઇફોઇડના 34 કેસો ધાયા છે. પાણીજન્ય રોગોમાં કોઈ એક વિસ્તારમાં નોંધાયા નથી. જ્યાં પાણીની ફરિયાદો આવી છે અને ક્લોરિન નીલ આવ્યું છે ત્યાં પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે.

જૂન મહિનામાં પાણીના 470 સેમ્પલ લેવાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી જૂન મહિનામાં પાણીના 470 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં એકપણ સેમ્પલ અનફીટ જાહેર થયા નથી. છે. મ જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થાય ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...