ચોરીની સજા મળશે:અમદાવાદમાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં થયેલા કોપી કેસની સુનાવણી, વાલીની સામે બતાવાયા ચોરીના સીસીટીવી ફૂટેજ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાલીઓ સાથે પહોંચેલા વિદ્યાર્થીઓની તસવીર - Divya Bhaskar
વાલીઓ સાથે પહોંચેલા વિદ્યાર્થીઓની તસવીર
  • વિદ્યાર્થીઓને તેમની ચોરીના સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા
  • વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાને લઈ ચોરીના પ્રકારનું કોષ્ટક ભરી બોર્ડ મોકલાયું

થોડા દિવસો અગાઉ ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઇ હતી. આ પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા હતા, જેમના પર કોપી કેસ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે કોપી કેસ થયેલા વિદ્યાર્થીઓની સુનાવણી કરવામાં આવી હતી. જેમાં બોર્ડ દ્વારા નક્કી કરેલી કમિટીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

અમદાવાદ જિલ્લામાં ધો.10ના 70થી વધુ વિદ્યાર્થી કોપી કેસમાં પકડાયા
ધોરણ 10ના અમદાવાદ જીલ્લાના 70 વિદ્યાર્થીઓની રાણીપ ખાતેની કે.આર.રાવલ સ્કુલ ખાતે અને અમદાવાદ શહેરના ધોરણ 12 સામાન્ય પ્રવાહના 9 વિદ્યાર્થીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ તેમના વાલી સાથે આવ્યા હતા. સ્થળ સંચાલક, ખંડ નિરીક્ષક પણ ત્યાં હાજર રહ્યા હતા. જ્યાં વિદ્યાથીઓને તેમના સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓને રજૂઆતની તક અપાઈ
​​​​​​​
આ ઉપરાંત વિદ્યાર્થીઓને રજૂઆત કરવાની પણ તક આપવામાં આવી હતી. હવે સીસીટીવી ફૂટેજ અને વિદ્યાર્થીઓની રજુઆતને ધ્યાને લઈને ચોરીના પ્રકારને ધ્યાનમાં રાખીને કમિટી દ્વારા શિક્ષા કોષ્ટક ભરીને બોર્ડની કચેરીએ મોકલવામાં આવ્યું હતું. ચોરીના પ્રકારના આધારે વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા સજા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...