તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:લવ-જેહાદની કલમ-5 મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી, ગુજરાતમાં 2 સપ્ટે.થી ધો. 6થી 8ની સ્કૂલો શરૂ થશે

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર,
આજે ગુરૂવાર છે, તારીખ 26 ઓગસ્ટ, શ્રાવણ વદ ચોથ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) લવ જેહાદની કલમ-5 પરનો સ્ટે હટાવવા રાજ્ય સરકારની હાઈકોર્ટમાં રજૂઆત, આજે વધુ સુનાવણી યોજાશે.
2) અફઘાનિસ્તાન સંકટ મામલે વિદેશ મંત્રાલયની સર્વપક્ષીય બેઠક મળશે.
3) શ્રમ અને રોજગાર મંત્રાલય દેશભરના 43.7 કરોડ અસંગઠિત શ્રમિકો માટે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ની 30 હજાર શાળામાં 32 લાખ વિદ્યાર્થીનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે
રાજ્યમાં ધોરણ 6થી 8ની સ્કૂલો ગુરુવારથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમંત્રી મંડળની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે ગુજરાતના 6થી 8ના વર્ગમાં ભણતા 32 લાખ જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. શાળાઓમાં 50 ટકા કેપેસિટી સાથે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. 30 હજાર શાળાઓના વર્ગો શરૂ થશે.
વાંચો સમાચાર વિગતવાર

2) સુરતમાં પોતાના જન્મદિવસની ઉજવણીનો વીડિયો ફરતો થતાં ટ્રાફિક ACPએ સી.આર.પાટીલનો ફોટો જાહેર કરી લખ્યું-' ભડના દીકરા હો તો આ વાઈરલ કરો'
સુરતમાં જાહેરમાં જન્મદિવસ ઊજવવા પર પ્રતિબંધ છે. એમ છતાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને ટ્રાફિક એસીપીના જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી હતી, જેનો વીડિયો વાઈરલ થયો હતો. જેથી ભારે ટીકાઓ થતાં ટ્રાફિક એસીપીએ પોતાની ભૂલ સુધારવા કે સ્વીકારવાની જગ્યાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને મળેલા લોકોથી ભંગ થયેલા સોશિયલ ડિસ્ટન્સનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની સાથે સાથે લખ્યું હતું કે 'ભડના દીકરા હો તો આ વાઈરલ કરો.'
વાંચો સમાચાર વિગતવાર

3) નર્મદા ડેમ ગત વર્ષ કરતાં હજી 20 મીટર ખાલી, ડેમમાં 50 ટકાથી ઓછું પાણી, ઓગસ્ટના અંત સુધી જ સિંચાઈનું પાણી મળશે
ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ગંભીર જળસંકટનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ગત વર્ષ કરતાં આ વર્ષે 20 મીટર જેટલી ઓછી નોંધાઈ છે. 25 ઓગસ્ટ-2020ના રોજ નર્મદા ડેમની સપાટી 135.30 મીટર હતી, જ્યારે આજે 25 ઓગસ્ટ-2021ના રોજ નર્મદા ડેમની સપાટી 115.81 મીટર જ છે. હાલમાં નર્મદા ડેમમાં 50 ટકા કરતાં પણ ઓછું પાણી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) ગાંધીનગરમાં ત્રણ વર્ષના બાળકે રમત-રમતમાં LED રાખડીનો બટન સેલ નાકમાં નાખી દીધો, શ્વાસ રૂંધાવવા લાગતા સર્જરી કરવી પડી
ગાંધીનગરમાં ત્રણ વર્ષના બાળકના હાથે બાંધવામા આવેલી LED રાખડીના કારણે બાળક અને તેના પરિવારજનોમાં દોડધામ મચી હતી. કોઈ કારણોસર બાળકે રમતરમતમાં LED રાખડીનો બટન સેલ તેના નાકમાં નાખી દેતા બાળકનો શ્વાસ રૂંધાવવા લાગ્યો હતો જેના કારણે બાળકના નાકની તાત્કાલિક સર્જરી કરી સેલ કાઢવાની ફરજ પડી હતી.
વાંચો સમાચાર વિગતવાર

5) રાણેને કોર્ટ તરફથી રાહત, નાસિકમાં નોંધાયેલી FIR પર 17 સપ્ટેમ્બર સુધી કાર્યવાહી નહીં કરવા આદેશ
CM ઉદ્ધવ ઠાકરે માટે થપ્પડવાળું વિવાદાસ્પદ નિવેદન આપનારા નારાયણ રાણેને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. બુધવારે કોર્ટે કહ્યું કે રાણે સામે નાસિકમાં નોંધવામાં આવેલ FIR અંગે 17 સપ્ટેમ્બર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ સાથે જ પુણેમાં નોંધવામાં આવેલા કેસની સુનાવણીને પણ મોકૂફ રાખવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

6) પંજશીરના લડાકુઓથી ડર્યુ પાકિસ્તાન, વિદેશ મંત્રીને અફઘાનિસ્તાનના પાડોશી દેશો પાસે મળવા મોકલ્યા
પંજશીરમાં અફઘાનિસ્તાન અને નોર્ધન અલાયંસના લડાકુઓથી તાલિબાનની સાથે પાકિસ્તાન પણ ગભરાયેલું છે. દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પોતાના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીને અફઘાનિસ્તાનના પાડોશી દેશો સાથે મળવાની જવાબદારી સોપીં છે. કુરૈશી બુધવારે તાલિબાનિઓના સમર્થનમાં અફઘાનિસ્તાનના પાડોશી દેશોને મળવામાં લાગી ગયા છે. આ ક્રમમાં તેઓ તુર્કમેનિસ્તાન, ઉબ્જેકિસ્તાન અને તાજિકિસ્તાન પહોચ્યા.
વાંચો સમાચાર વિગતવાર

7)સમય કા પહિયા ઘૂમે..., અફઘાનિસ્તાનના પૂર્વ મંત્રી જર્મનીમાં સાઇકલ પર પિત્ઝાની ડિલિવરી કરે છે, તસવીર આવી સામે
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના કેટલાક મંત્રીઓ દેશ છોડીને ભાગી ગયા છે. આ બધા વચ્ચે અફઘાનિસ્તાનના એક પૂર્વ મંત્રીની તસવીર જર્મનીથી સામે આવી છે. આ તસવીરે લોકોને વિચારતા કરી દીધા છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓનું એકદમ નબળું પરિણામ, 2.98 લાખ વિદ્યાર્થીમાંથી માત્ર 30 હજાર જ પાસ થયા
2) અમદાવાદની સાબરમતી જેલમાં 100 કેદીનો જેલના સ્ટાફ પર હુમલો, જેલ સહાયક સાથે ઝપાઝપી કરી યુનિફોર્મ ફાડ્યો
3) હાર્દિક પટેલ માત્ર પાટીદાર નહીં સર્વે સમાજના નેતા! વિધાનસભાની ચૂંટણી અગાઉ છબી બદલવાનો પ્રયાસ
4) 27-28 સપ્ટેમ્બરના રોજ મળશે ગુજરાત વિધાનસભાનું સત્ર, કોરોના, સંભવિત દુષ્કાળ, વાવાઝોડાની સહાય મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે
5) ઇમરાન ખાનની પાર્ટીના નેતા નીલમ શેખે વિવાદાસ્પદ નિવેદન આપ્યું, કહ્યું- તાલિબાનો અમને કાશ્મીર જીતીને આપશે
6) WHOના વૈજ્ઞાનિકે કોરોના અંગે કહ્યું- ભારતે કોરોના સાથે જીવવાની ટેવ પાડવી પડશે, લાંબા સમય સુધી રહેશે કોરોના વાઇરસનું જોખમ

આજનો ઈતિહાસ
વર્ષ 1883માં આજના દિવસે ઈન્ડોનેશિયમાં જ્વાળામુખી ફાટ્યો હતો, જેમાં 36 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા.

અને આજનો સુવિચાર
વિચાર એ એક એવું પંખી છે જે શબ્દ સ્વરૂપે પિંજરામાં પાંખ તો પ્રસારે છે પણ ઉડવા માટે અશક્ત છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...