તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલિબ્રેશન:ફાધર્સ ડે ગિફ્ટિંગમાં હેલ્ઘી હેમ્પર્સનો ટ્રેન્ડ, ગત વર્ષ કરતાં બિઝનેસ 15%વધ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હેલ્ધી ગિફ્ટ હેમ્પર્સમાં ગોરમેટ ટેલ્સનાં  શ્રુતિ અગ્રવાલે તૈયાર કરેલા પ્લેટરમાં સિઝનલ ફ્રૂટ્સ મુકવામાં આવ્યા છે. આ એક હેલ્ધી ઓપ્શન છે. - Divya Bhaskar
હેલ્ધી ગિફ્ટ હેમ્પર્સમાં ગોરમેટ ટેલ્સનાં શ્રુતિ અગ્રવાલે તૈયાર કરેલા પ્લેટરમાં સિઝનલ ફ્રૂટ્સ મુકવામાં આવ્યા છે. આ એક હેલ્ધી ઓપ્શન છે.
  • નોર્મલ ગીફટિંગ કરતા કસ્ટમાઇઝ હેમ્પર્સની ખરીદી વધી. 5000થી લઇને 7000 સુધીના હેમ્પર્સ

આવતીકાલે ફાધર્સ ડે છે જેમાં આ વર્ષે ગિફ્ટિંગમાં યુનિક ટ્રેન્ડ માર્કેટમાં જોવા મળી રહ્યો છે. ગત વર્ષે કોરોનાને કારણે હેલ્ધી ગિફટ હેમ્પર ટ્રેન્ડિંગ રહ્યા હતા જેમાં હેલ્ધી ફૂડ તેમજ આયુર્વેદિક પ્રોડક્ટ આપવામાં આવી હતી. પરંતુ, આ વર્ષે ફાધર્સ ડેનાં ગિફ્ટિંગમાં ફૂડ તેમજ સિલ્વર ગિફ્ટિંગનો ટ્રેન્ડ જાેવા મળી રહ્યો છે.

શહેરનાં ગિફ્ટિંગનો બિઝનેસ કરતા લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે, આ વર્ષે મેક્સિસ લોકો કોમન ગિફ્ટ લેવના બદલે થીમ બેઝ્ડ હેમ્પર્સ તૈયાર કરાવી રહ્યા છે. જેમાં બ્રેકફાસ્ટ, નેટફ્લિક્સ, ટુલકિટ હેમ્પર્સ સૌથી વધારે ટ્રેન્ડમાં છે. હેલ્ધી બ્રેકફાસ્ટ હેમ્પર્સમાં કુકિઝ, સલાડ, બ્રાઉની,જ્યુસ અને કોફીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી મોર્નિંગ બ્રેકફાસ્ટ ફાધર્સ સાથે એન્જાેય કરી શકે.

તો બીજી તરફ વીકેન્ડમાં ફાધર્સ સાથે ઘરે બેઠાં મૂવી જોવા લોકો સ્પેશિયલ મૂવી હેમ્પર્સ ગિફ્ટ કરી રહ્યા છે. આ સાથે જ ટાઇમલેસ ગિફ્ટમાં સિલ્વર પેન, બટન, ચેન અને બ્રેસલેટની ડિમાન્ડ વધી છે. ગિફ્ટિંગના બિઝનેસની જો વાત કરીએ તો ગત વર્ષ 15 ટકા બિઝનેસ પણ વધ્યો છે. તમામ ટ્રેન્ડિંગ ગિફ્ટ હેમ્પર્સ 2500થી લઈને 7000 હજાર સુધીના છે.

અન્ય સમાચારો પણ છે...