ઉત્તરાયણની ઉજવણી:​​​​​​​આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિસનગરમાં પરિવાર સાથે પતંગ ચગાવવાની મોજ માણી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પતંગ ચગાવતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની તસવીર - Divya Bhaskar
પતંગ ચગાવતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની તસવીર
  • આરોગ્યમંત્રીએ માસ્ક તથા કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે મકરસંક્રાતિની ઉજવણી કરી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી. વહેલી સવારે સૂર્ય નારાયણની ઉપાસના કરીને આ પવિત્ર દિવસે મંત્રીએ રાજ્યના તમામ નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આરોગ્ય મંત્રી દ્વારા પરિવારજનો સાથે પવિત્ર પર્વની ઉજવણી સહજતાપૂર્વક કરવામાં આવી હતી.

ઉત્તરાયણની ઉજવણી દરમિયાન આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે માસ્ક પહેરી તથા કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે પોતાના પરિવારજનો સાથે વિસનગર ખાતેના પોતાના નિવાસસ્થાને ઉમંગ અને ઉલ્લાસ સાથે પતંગ ચગાવવાની મોજ માણી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરના દર્શન કર્યાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આજે મકર સંક્રાંતિના અવસરે અમદાવાદમાં સવારે જગન્નાથ મંદિરમાં ભક્તિ ભાવ પૂર્વક દર્શન કર્યા હતા અને ગૌ માતા પૂજન કરીને ઘાસ નિરણ કર્યું હતું. તેમણે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું. આ બાદ તેમણે નારણપુરામાં પોતાના પરિવાર સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...