તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાના ખર્ચનું ઓડિટ:AMCના કોરોના ખર્ચનું ઓડિટ માટે હેલ્થ, SVP અને મ્યુનિસિપલ હોસ્પિટલના અધિકારીઓને લાયઝનિંગ ઓફિસર બનાવાયા

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વર્ષ 2020-21 અને વર્ષ 2021-22નું ઓડિટ સ્થાનિક ભંડોળ હિસાબ ઓડિટના અમદાવાદ ઝોન તરફથી ઓડિટ થશે

રાજ્યમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે સરકાર દ્વારા ગ્રાન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવવામાં આવી હતી. કોર્પોરેશનના અલગ અલગ વિભાગ અને હોસ્પિટલ દ્વારા કોરોનાને લઈ ખર્ચ કર્યો હતો. કોરોનાના સમયમાં થયેલા ખર્ચ અંગે હિસાબોનું ઓડિટ કરવામાં આવનાર છે. આવક અને ખર્ચના જરૂરી રેકર્ડ સમયસર પૂરા પાડી શકાય તેના માટે કોર્પોરેશનના અલગ અલગ વિભાગના કુલ 15 જેટલાં લાયઝનિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.

સ્વતંત્ર ખર્ચના હિસાબોનું ઓડિટ થશે
કોરોના અંતર્ગત મળેલી ગ્રાન્ટ/ ખર્ચનું વર્ષ 2020-21 અને વર્ષ 2021-22નું ઓડિટ સ્થાનિક ભંડોળ હિસાબ (મહાનગરપાલિકા) ઓડિટના અમદાવાદ ઝોન તરફથી કરવામાં આવશે. કોરોનામાં મળેલી ગ્રાન્ટ/ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગ જેવા કે ફૂડ, પબ્લિસિટી, હેલ્થ, મેલેરિયા, મ્યુનિસિપલ હોસ્પિટલો, એસવીપી હોસ્પિટલ, સીએમએસ, ફેમિલી પ્લાનિંગ, એન્જિનિયરિંગ, NHL મેડિકલ કોલેજ અને વહીવટી શાખા દ્વારા પોતાના સ્વતંત્ર રીતે ખર્ચ કર્યા હતા. કોરોના અંગેના હિસાબોનું ઓડિટ કરવામાં આવનાર છે.

નિમણૂક માટે હેલ્થ વિભાગે મ્યુનિ. કમિશનરની મંજૂરી માગી
ઓડિટની કામગીરી સરળતાથી અને સમયસર પૂર્ણ થાય તે માટે રેકર્ડ પૂરું પાડવા માટે જુદાં જુદાં વિભાગના ઓડિટ માટે લાયઝનિંગ અધિકારીની નિમણૂક કરવા હેલ્થ વિભાગે મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી માગી હતી. જેને 16 જૂને કમિશનરે મંજૂરી આપતા અલગ અલગ વિભાગના 15 જેટલા અધિકારીઓની નિમણૂક કરાઈ છે. ચીફ એકાઉન્ટન્ટે આ મામલે પરિપત્ર કર્યો છે.