તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિલંબ:કોવિડ ડ્યૂટી કરનારા હેલ્થ સ્ટાફને હજી વધારાનો પગાર ચૂકવાયો નથી

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • દર મહિને 5 હજારથી 25 હજાર ચૂકવવાનો નિર્ણય થયો હતો
 • માત્ર અમદાવાદ સિવિલ હોસ્પિ.ના કર્મચારીઓને સાચવી લેવાયા

સરકારે કોવિડ-19ની સ્થિતિમાં ફરજ બજાવનારા ડોક્ટરો, નર્સ, લેબ ટેક્નિશિયન, સફાઈ કર્મચારીઓ, આઉટસોર્સિંગ અને ફિક્સ પગારના કર્મચારીઓને પ્રોત્સાહન માટે મહિને પગાર ઉપરાંત વધારાની 5 હજારથી 25 હજાર સુધીની માનદ વેતન રકમ ચૂકવવાનો નિર્ણય લીધો હતો.

જોકે આ નિર્ણય લેવાયો તેને 10 મહિના થયા છતાં અમદાવાદની સિવિલના કર્મચારીઓને બાદ કરતાં એકપણ કર્મચારીને રિવોર્ડની રકમ સરકારે ચૂકવી ન હોવાની ફરિયાદો ઊઠી છે. કોવિડ હોસ્પિટલોના સ્ટાફમાં કોરોનાનો ચેપ લાગવાનો ભય ફેલાતા એક તબક્કે તેમણે ફરજ બજાવવા આનાકાની કરી હતી. આ સંજોગોમાં સરકારે તેમને નાણાકીય ફાયદો થાય તેવા નિર્ણય લીધા હતા.

દર મહિને ચૂકવવાની થતી વધારાની રકમ

સંવર્ગમાનદ મહેનતાણું
સરકારી કોવિડ હોસ્પિટલના અધિકારી ક્લાસ-1 અને 225 હજાર
સરકારી કોવિડ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ15 હજાર
લેેબ ટેક્નિશિયન, લેબ આસિસ્ટન્ટ, ફાર્માસિસ્ટ15 હજાર
સરકારી કોવિડ હોસ્પિટલોના સફાઈ કર્મચારીઓ10 હજાર
આઉટસોર્સિંંગ, ફિક્સ પગારના કર્મચારીઓ5 હજાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો