• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Health Committee Thwarts Corporators' Recommendation To Demolish 11 Toilets, Requires Public Toilets Within 1 Km For First Place In Sanitation

વિવાદ:11 શૌચાલય તોડવા કોર્પોરેટરોની ભલામણ હેલ્થ કમિટીએ અટકાવી, સ્વચ્છતામાં પ્રથમ ક્રમે માટે 1 કિમીમાં જાહેર શૌચાલય જરૂરી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • જહાં સોચ વહાં શૌચાલયના સૂત્ર વચ્ચે વિરોધાભાસી સૂરથી વિવાદ

શહેરમાં જ્યાં અનેક વિસ્તારમાં જાહેર શૌચાલયો શોધ્યાં જડતાં નથી, ત્યાં કેટલાંક શૌચાલયો બિનઉપયોગી હોવાથી તોડી પાડવા માટે કેટલાક કોર્પોરેટરની ભલામણથી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીમાં રજૂ કરાયેલા કામ પર ચેરમેને પ્રથમ કમિટીમાં જ રોક લગાવી દીધી છે.

હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીની શુક્રવારની પ્રથમ બેઠકમાં 11 શૌચાલયોને તોડવા તથા 8 જેટલાં ખાળકૂવાને લગતી કામગીરી રજૂ કરાઇ હતી. જોકે પ્રથમ બેઠકમાં જ ચેરમેન ભરત પટેલે આ તમામ કામો પૂરતા પેન્ડિંગ રાખ્યા હતા. હાલ માત્ર મેલેરિયાની કામગીરી મંજૂર રાખવામાં આવી છે. સામાન્ય રીતે પ્રતિ એક કિ.મી.ની ત્રિજ્યામાં જાહેર શૌચાલય હોવું આવશ્યક છે. શહેરને સ્વચ્છતા માટે પ્રથમ નંબરે લાવવાની હોડ ચાલી રહી છે ત્યારે શહેરમાં જાહેર શૌચાલયો તોડવાની વાત છે. જાહેર શૌચાલયો ઉપયોગમાં નહી હોવાથી તેને તોડવા માટે ભલામણ કરી છે, જોકે તેમાં પણ કેટલાક કિસ્સામાં મીલીભગતના આક્ષેપો થતાં રહે છે.

આ 11 સ્થળે જાહેર શૌચાલયો તોડવા ભલામણ

  • કાશીબાઇની ચાલી, ગોમતીપુર
  • ગુજરાતી શાળાની સામે, નારોલ
  • સરણિયાવાસ, લાંભા
  • હાથીખાનાની ચાલી સામે, શાહીબાગ
  • વણકરવાસના નાકે, નવા વાડજ
  • માલધારીના છાપરાં પાસે, નવા વાડજ
  • બસ સ્ટેન્ડ પાસે, રાણીપ
  • પરદેશીનગરની ચાલી, અમરાઇવાડી
  • ભૂરેખાનની ચાલી, ગોમતીપુર
  • છબીલદાસની અને હીરાલાલની ચાલી, અમરાઇવાડી
  • શંખરપુર સંજયચોકમાં, અમરાઇવાડી
અન્ય સમાચારો પણ છે...