તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે શાકભાજી ફેરિયા-વેન્ડર્સ તેમજ કરીયાણાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં 664 શાકભાજી- ફળ ફેરિયાઓ વેન્ડરોને અને કરિયાણાની 825 દુકાનદારોને હેલ્થ કાર્ડ અપાય છે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ કહ્યું કે અમદાવાદ શહેરમાં સુપર સ્પ્રેડર્સ પુરવાર થયેલા શાકભાજી- ફળના ફેરિયાઓ અને ખાસ કરીને કરિયાણાની દુકાનદારો દ્વારા આ રોગનું સંક્રમણ ન વધે તે માટે વિશેષ કાળજી લેવાઇ છે. તેને પગલે અમદાવાદ જિલ્લામાં શાકભાજી ફ્રૂટના ફેરિયાઓ તથા કરિયાણાની દુકાનદારોનું સ્ક્રિનિંગ કરીને એમને હેલ્થ કાર્ડ આપવાનું નક્કી કરાયું હતું. તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 739 શાકભાજી- ફ્રુટના ફેરિયાઓનું સ્ક્રિનિંગ કરાયુ હતું. જેમાંથી 664 લોકોને હેલ્થ કાર્ડ અપાયા છે. જ્યારે 996 દુકાનદારોનું સ્ક્રિનિંગ કરીને તે પૈકી 825 કરિયાણાની દુકાન ધારકોને હેલ્થ કાર્ડ અપાયા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ દસ્ક્રોઇ તાલુકામાં 233 શાકભાજી ફળના ફેરિયાઓને તથા 287 દુકાનદારોને હેલ્થ કાર્ડ અપાયા છે. બાવળા તાલુકામાં અનુક્રમે 75 અને 143, ધંધુકા તાલુકામાં 26 અને 55, બાવળા તાલુકાના 75 અને 143, સાણંદ તાલુકામાં 72 અને 97, ધોલેરા તાલુકામાં શાકભાજી અને ફળના 11 અને દુકાનદારોને 2 હેલ્થ કાર્ડ અપાયા છે. વિરમગામ તાલુકામાં 85 કરિયાણાની દુકાનદારોને, માંડલ તાલુકામાં અનુક્રમે 152 125, દેત્રોજ તાલુકામાં અનુક્રમે 60 અને 31, જ્યારે ધોળકા તાલુકામાં શાકભાજીના અને ફળના 35 ફેરિયાઓને સ્ક્રીનિંગ કાર્ડ અપાયા છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.