તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:જિલ્લામાં 4601 વેન્ડર્સને હેલ્થ કાર્ડ, 4739 ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સનું સ્ક્રિનીંગ, 70,75,035 ઉકાળાનું વિતરણ કરાયું

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં અત્યાર સુધીમાં 121 પોઝીટીવ કેસ નોંધાયા અને તે પૈકી 53 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ

અમદાવાદ જિલ્લામાં કોરોના વાયરસના પગલે અપાયેલા લોકડાઉનને આજે ૫૦ દિવસ પુર્ણ થયા છે. આ ૫૦ દિવસ દરમિયાન જિલ્લામાં ૪,૬૦૧ વેન્ડર્સને હેલ્થ કાર્ડ - ૪,૭૩૯ ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સનું સ્ક્રિનીંગ, કરાયું હતું. ઉપરાંત ૭૦,૭૫,૦૩૫ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ પણ કર્યું હતું. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૨૧ પોઝીટીવ કેસ નોંધાયા છે. તે પૈકી ૫૩ દર્દીઓને સારવાર બાદ રજા  આપવામાં આવી છે. ૩૩  વ્યક્તિઓ સારવાર હેઠળ છે.
અમદાવાદ જિલ્લા કેલેક્ટર  કે.કે.નિરાલાએ કહ્યું કે, “ અમદાવાદ જિલ્લામાં અંદાજે ૧ હજાર જેટલા અધિકારીઓ, કર્મચારીઓ  કોરોના સેનાનીઓ તરીકે સતત કાર્યરત છે. જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી જ વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું અને સત્વરે રક્ષાત્મક પગલા લેવા શરૂ કરાયા હતા.  જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૨૧ પોઝીટીવ કેસ નોંધાયા છે અને તે પૈકી ૫૩ દર્દીઓને સારવાર બાદ રજા  આપવામાં આવી છે. ૩૩  વ્યક્તિઓ સારવાર હેઠળ અને ૩૧ દર્દીઓ કોવિડ કેર સેન્ટરમાં જ્યારે  ૪ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ કહ્યું  કે, જિલ્લામાં પોઝીટીવ કેસના સંપર્કમાં આવેલા કુલ ૮૯૭ વ્યક્તિઓ પૈકી ૪૨૬ ફેમિલી કોન્ટેક્ટમાં, ૪૦૦ કોમ્યુનિટી કોન્ટેક્ટ તથા ૭૧ વ્યક્તિઓ હેલ્થ કેર કોન્ટેક્ટનો સમાવેશ થાય છે.
 ૧૭૯ ગામોના ૧,૫૮,૫૯૨ ઘરોના ૭,૫૭,૪૮૩ લોકોને આવરી લઈ સેનિટાઈઝેશન કરાયું છે. શહેરમાંથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશતા માર્ગો પરની ૮ ચેકપૉસ્ટ પર ૧,૫૧,૧૫૫ લોકોનું સ્ક્રિનીંગ કરાયું છે અને તે પૈકી ૨૭  શંકાસ્પદ વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં રીફર કરાયા છે. ૬૨૪ જેટલી ટીમો સર્વેલન્સ માટે કાર્યરત  કરી ૩૪,૧૫૩ ઘરોના ૧,૩૭,૧૫૧ લોકોનો સર્વે કર્યો છે. જિલ્લામાં મોબાઇલ ટેસ્ટીંગ  વાન દ્વારા રોજ ૫૦ જેટલા સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે. જિલ્લામાં કુલ ૨,૪૩૭ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાઈ હતી, તે પૈકી ૧૬૦૩ વ્યક્તિઓએ ૧૪ દિવસનો ક્વોરોન્ટાઈન પિરીયડ પુર્ણ કર્યો છે અને હાલ ૮૩૪ લોકો ક્વોરોન્ટાઈનમાં છે. ગ્રામ યોધ્ધા કમિટી દ્વારા આજ સુધીમાં ૬૮,૮૬૩ લોકોનું સ્ક્રિનીંગ કરાયું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ૩,૧૯૧ ઔધ્યોગિક યુનિટ કાર્યરત થયા છે. જ્યારે શહેરી વિસ્ત્રામાં ૯૬૫ અને   GIDCમાં ૧૨૮૬ મળી ૫,૪૪૨ એકમો કાર્યરત થયા છે. આ એકમોમાં હાલ ૩૧,૧૪૭ કામદારો કાર્યરત છે.  
જિલ્લામાં આંતરિક અને જિલ્લા બહાર જે લોકોને જવું અત્યંત જરૂરી હતું તેવા લોકોને ધ્યાનમાં રાખીને કુલ ૧,૨૧,૭૭૮ લોકોને પાસ ઈસ્યુ કરવામાં આવ્યા છે. જેમાં ઔધ્યોગિક હેતુ માટે ૩૧,૮૮૯ પાસ, બાંધકામ હેતુ માટે ૫,૧૩૨ તથા અન્ય રાજ્યમાં જવા માટે ૩૯,૦૫૭ પાસનો સમાવેશ થાય છે. ઔધ્યોગિક એકમોમાં કામદારોની રોજગારી ચાલુ થાય તેવા આશયથી  કાર્યરત કરાયેલા એકમોમાં કામદારોને વેતન પેટે એપ્રિલ માસમાં રૂ. ૪૩૨.૨૭ કરોડ અને મે’ માસમાં અત્યાર સુધી રૂ. ૭૬.૪૪ કરોડ પગાર ચુકવાયો છે. જિલ્લામાં અગાઉ શ્રમિકો માટે ૪૯ જેટલા આશ્રય સ્થાન ચાલુ કરાયા હતા, પરંતુ હાલ તમામ પ્રરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલી દેવામાં આવ્યા છે. 
લોકડાઉનમાં  અલગ-અલગ 1493 ગુના નોંધાયા
લોકડાઉનના ભંગ બદલ અત્યાર સુધીમાં ૪૬૭ લોકોની અટાકાયત કરાઈ છે, ૬૧૫ વાહનો ડીટેઈન કરાયા છે જ્યારે ૪૧૧ જેટલી એફ.આઈ.આર નોંધવામાં આવી છે. આમ કુલ ૧,૪૯૩ જેટલા ગુન્હા નોંધાયા છે.  કંટ્રોલ રૂમમાં અત્યાર સુધીમાં ૧૨,૩૭૨ કોલ રીસીવ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો