તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હની ટ્રેપ કેસ:મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનની હેડ કોન્સ્ટેબલની ધરપકડ, તોડપાણી કેસમાં અત્યાર સુધીમાં કુલ 6ની ધરપકડ કરાઈ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોન્સ્ટેબલ શારદાબેન અરજી લઈ ધમકાવવાનું કામ કરતી હતી

હની ટ્રેપના કેસમાં શહેર મહિલા પોલીસ સ્ટેશન(પૂર્વ)ના પીઆઈ ગીતાબાનુ પઠાણની ધરપકડ કર્યા બાદ હવે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની સંડોવણી હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાંચે હેડ કોન્સ્ટેબલ શારદાબેન ખાંટની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

શહેરમાં વેપારીઓને ટારગેટ કરીને સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી એકાંતમાં મળવા બોલાવી બીજા દિવસે જે તે વેપારીના વિરુદ્ધમાં બળાત્કાર અને પોક્સો સહિતની અરજી મહિલા પોલીસ સ્ટેશનમાં આપી સમાધાન પેટે લાખો રૂપિયા પડાવી હની ટ્રેપની પ્રવૃત્તિ કરાતી હોવાની અરજી શહેર ક્રાઈમ બ્રાંચમાં કરવામાં આવી હતી.

જેમાં તપાસ કરતા આ કામમાં સંડોવાયેલા પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ ગીતાબાનુ પઠાણ સહિત 6 લોકોની ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીઓની પૂછપરછમાં મહિલા પોલીસ સ્ટેશન પૂર્વમાં ફરજ બજાવતા વુમન હેડ કોન્સ્ટેબલ શારદાબેન ખાંટની પણ સંડોવણી હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાંચની ટીમે વુમન હેડ કોન્સ્ટેબલ શારદાબેન ખાંટની પણ ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે.

પૈસા માગી સમાધાન કરી લેવા દબાણ કરતાં હતાં
​​​​​​​પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શારદાબેન ખાંટ આ કેસમાં હની ટ્રેપમાં ભોગ બનેલા લોકોની વિરુદ્ધ કાવતરાના ભાગરૂપે કરવામાં આવતી અરજીઓ સ્વીકારતી હતી. અન્ય આરોપી અમરબેન સોલંકીની સાથે મળીને સામેવાળાને પોલીસ સ્ટેશનમાં બોલાવીને જો સમાધાન નહીં કરો તો બદનામ થઈ જશો તેમ કહીને પૈસા આપીને સમાધાન કરી લેવા દબાણ કરતાં હતાં.

અન્ય સમાચારો પણ છે...