લુખ્ખા તત્વોનો આંતક:અમદાવાદમાં મટન-ચિકનની દુકાને જઈને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.4 હજાર પડાવ્યાં

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનદારે પૈસા માંગતા ઉશ્કેરાયેલા શખ્સે છરી બતાવીને દુકાન બંધ કરાવી દેવાની પણ ધમકી આપી
  • ઓઢવ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા

ઓઢવમાં ફરી એક વખત લુખ્ખા તત્વોનો ત્રાસ સામે આવ્યો છે જેમાં એક યુવકે મટન-ચિકનની દુકાને જઈને ખરીદી કરી હતી. જેથી દુકાનના માલિકે પૈસા માંગ્યા તો દુકાન નહીં રહેવા દવુ તેમ કહીને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરી પૂર્વક દુકાનદાર પાસેથી રૂ.4 હજાર પડાવી ફરાર થઈ ગયો હતો. આ અંગે દુકાનદારે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

રખિયાલમાં રહેતા અને ઓઢવ સીંગરવા ભગવતીનગર ખાતે સુપર ચીકન મટન સેન્ટર તથા લકી ફ્રા નામની દુકાન ધરાવી ચીકન-મટનનો વેપાર કરતા મોહમદ તાબીશ ખુરશીદ આલમ રાજપુતની દુકાન પર અવાર નવાર સીંગરવા ખાતે રહેતો જીગ્નેશ ઉર્ફે મોન્ટુ નેપાળી આવતા અને ચીકન- મટન લેતો અને પૈસા માગે તો ખુરશી તથા ટેબલો રોડ પર ફેકીને તોડફોડ કરતો હતો. આ જ રીતે એક દિવસ જીગ્નેશ ઉર્ફે મોન્ટુ નેપાળી મોહમદ તાબીશની દુકાને ગયો હતો અને અને ચીકન અને મટનની ખરીદી કરી હતી.

મોહમદ તાબીશભાઈએ પૈસા માંગ્યા ત્યારે આ જીગ્નેશ ઉર્ફે મોન્ટુ ઉશ્કેરાઈ ગયો હતો અને મટન-ચીકનનો ધંધો નહીં કરવા દઉ તથા તારા કારીગરોને ભગાડી દીધા તેવી જ રીતે તને પણ ભગાડી દઈશ તેવી ધમકી આપીને છરી બતાવીને બળજબરીપુર્વક ડરાવી ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને મોહમદ તાબીશભાઈ પાસેથી રૂ.4 હજાર પડાવી લીધા હતા. રોજ બરોજના જીગ્નેશ ઉર્ફે મોન્ટુના ત્રાસ અને ધમકીઓથી તંગ આવેલા મોહમદ તાબીશભાઈએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જીગ્નેશ ઉર્ફે મોન્ટુ નેપાળીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...