ભ્રષ્ટાચાર ‘કે. રાજેશ’:બંદૂકના લાઇસન્સ માટે 5 લાખ રૂપિયા લેતા હતા અને લાંચમાં તેલનો ડબ્બો, મસાજ ઓઇલ મગાવતા હતા

અમદાવાદએક મહિનો પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક
ખેડૂત પાસેથી 3 કિલો તેલ માગ્યું, આ જ તસવીર ફરિયાદમાં પુરવાર થઈ - Divya Bhaskar
ખેડૂત પાસેથી 3 કિલો તેલ માગ્યું, આ જ તસવીર ફરિયાદમાં પુરવાર થઈ
  • ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગના જોઇન્ટ સેક્રેટરી કે. રાજેશને ત્યાં CBI રેડ
  • સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર કે. રાજેશ સામે ભ્રષ્ટાચારના 20થી વધુ કેસ

સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન)ની ટીમે ગુરુવારે ગુજરાત સરકારના સચિવ અને સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર કંકીપતિ રાજેશ સહિત ત્રણ વ્યકિતઓ સામે લાંચનો ગુનો દાખલ કર્યો છે.

આ મામલે સીબીઆઈની ટીમે આઈએએસ અધિકારી રાજેશના ગાંધીનગર તથા આંધ્રપ્રદેશના રાજમુદ્રીખાતે પાડેલા દરોડાઓમાં સંખ્યાબંધ વાંધાજનક દસ્તાવેજો કબજે કરી આ મામલે સુરતના જીન્સના એક વેપારીની ધરપકડ કરી છે. આરોપી વેપારીને અમદાવાદ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા.

સીબીઆઈના સૂત્રો અનુસાર ગુજરાત કેડરના આઈએએસ અધિકારી અને સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર અને હાલમાં ગાંધીનગરખાતે વહીવટી સચિવ તરીકે ફરજ બજાવતા કંકીપતિ રાજેશે પોતાના કાર્યકાળ દરમિયાન હથિયારોના લાયસન્સ આપવા માટે સંખ્યાબંધ લોકો પાસેથી લાંચ મેળવી હોવાની રજૂઆત ઉચ્ચ કક્ષાએ થતા રાજય સરકારે આ કેસની તપાસ કરવા માટેની મંજૂરી આપ્યા બાદ સીબીઆઈએ તપાસ કરી આ મામલે આઈએએસ અધિકારી કંકીપતિ રાજેશ, સુરતના મેસર્સ જીન્સ કોર્નરના પ્રોપાઈટર મોહંમદ રફીક મેનન અને અન્ય એક અજાણ્યા વ્યકિત વિરુદ્ધ લાંચ લેવા તેમજ સરકારી હોદ્દાનો દુરપયોગ કરી ગેરકાયદે લોકો પાસેથી હથિયારનુ લાયસન્સ આપવા માટે સીધો અને આડકતરી રીતે પૈસા તેમજ અન્ય વસ્તુઓનો લાભ લેવાના આરોપસર ગુનો દાખલ કર્યો હતો. જે અનુસંધાને ગુરુવારે સીબીઆઈની વિવિધ ટીમોએ કંકીપતિ રાજેશના રાજયના પાટનગર ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન તેમજ તેમના વતન આંધ્રપ્રદેશના રાજમુદ્રીખાતે સર્ચ હાથ ધરી હતી.જેમાં સીબીઆઈને સંખ્યાબંધ વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા.

આ મામલે હાલના તબકકે સીબીઆઈએ સુરતના વેપારી મોહંમદ રફીક મેનનની ધરપકડ કરી છે. શુક્રવારે સીબીઆઈ દ્રારા તેને અમદાવાદ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. એવુ કહેવાય છે કે આઈએએસ અધિકારી આ વેપારી અને અજાણ્યા વ્યકિત મારફતે નાગરીકો પાસેથી કામ કરી આપવાના બદલામાં લાંચની રકમ સગેવગે કરી દેતા હતા. આ દિશામાં સીબીઆઈ આગામી દિવસો માં અધિકારીની ધરપકડ કરે તેવી સંભાવના છે.

સાંભળો ફરિયાદીને... મેં લાંચના રૂપિયા ન આપ્યા તો લીઝ રદ કરી દંડ કર્યો
‘કલેક્ટર કે રાજેશ અને ખાણ ખનીજ ખાતાના અધિકારીઓએ મારી પાસે લાંચના પૈસા માંગ્યા હતા મે ન આપ્યા તો તા.27-1-21ના રોજ અમારું સ્ટોકયાર્ડ રદ કરી દીધું હતંુ અને અમને તેની તા.16-9 21 સુધી બજવણી પણ કરી ન હતી. તા.15-6-20 ના રોજ અમને રૂ.2346547નો દંડ પણ ફટકાર્યો હતો. તેમના તરફથી અમને આર્થિક અને માનસિક નુકસાન કરવામાં આવી રહ્યંુ હતંુ.આથી અમે એસીબીમાં પણ અરજી કરી હતી, છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.આટલું જ નહી પરંતુ રૂ.4 લાખ લઇને અમને હથિયારનો પરવાનો આપ્યો હતો. જે પરવાનો ડીડીઓ પાસે રદ કરાવી દીધો હતો. અમે મળવા ગયા તો કલેકટરે કીધુ કે મને ઉપરથી દબાણ છે એટલે રદ કર્યાના જવાબો આપ્યાં હતાં. કલેક્ટરે જણાવેલાં સુરતથી મેં કપડાં લીધાં છે, તેના રૂ. 1 લાખ આપવાના છે, તે તમે હું આપું તે ખાતા નંબરમાં નખાવી દો. આથી મથુરભાઈએ રૂ. 49 હજાર બે વાર કલેક્ટરે આપેલા ખાતામાં પણ નખાવી દીધા હતા.’ - મથુરભાઈ વાલજીભાઈ સાકરિયા, કેરાળા, મહામંત્રી, અખિલ ભારતીય કોળી સમાજ

અન્ય સમાચારો પણ છે...