ક્રાઇમ:વસ્ત્રાલમાં એક મિત્રની ઘરમાં, બીજાની ખેતરમાં ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડબલ મર્ડરમાં અન્ય એક મિત્ર ફરાર હોવાથી તેણે હત્યા કર્યાની શંકા
  • મિત્રને મળી ઘરે આવ્યો અને સવારે રૂમમાંથી લાશ મળી, પોલીસને તપાસ દરમિયાન નજીકના ખેતરમાંથી બીજો મૃતદેહ મળી આવ્યો

વસ્ત્રાલ નવી આરટીઓ પાસે આવેલી સોસાયટીના ઘરની અંદરથી અને ત્યાંથી 200 મીટર જેટલે દૂર ખેતરમાં બીજા યુવકની પથ્થર તથા છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. ડબલ મર્ડરની ઘટનામાં ફરાર થયેલા અન્ય એક મિત્ર સામે શંકા હોવાથી પોલીસે તેને પકડવા માટે એફએસએલ અને ડોગ સ્કવોડના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વસ્ત્રાલમાં ન્યુ આરટીઓ નજીક આવેલી ન્યુ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતો કલ્પેશ હેગડે મોડી રાતે મિત્રો સાથે બેસીને ઘરે આવી સૂઈ ગયો હતો. જોકે સવારે પરિવારજનોએ તેના રૂમમાં જઈને જોયું તો કલ્પેશના શરીર પર તીક્ષ્ણ હથિયારના ધા ઝીંકી હત્યા કરાઈ હતી. આ અંગે રામોલ પોલીસે એફએસએલ અને ડોગ સ્કોડના આધારે તપાસ શરૂ કરી હતી.

દરમિયાન કલ્પેશના ઘરથી 200 મીટર દૂર ખુલ્લી જગ્યામાંથી બીજા એક યુવકની લાશ મળી હતી. આ ઘટનાની જાણ થતાં રામોલ પોલીસે તપાસ કરતા મૂળ યુપીના રહેવાસી રણજીતભાઇ નામના યુવકની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. રણજીતને પણ 17 જેટલા છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી.

વસ્ત્રાલમાં એક જ દિવસમાં બે યુવકોની અલગ-અલગ જગ્યાએ હત્યા કરાઈ હોવાના બનાવ બાદ બંનેના પરિવારમાં માતમ છવાયો છે. બે હત્યામાં એકની લાશ તેના ઘરના રૂમમાંથી જ્યારે અન્ય એકની લાશ ખેતરમાં મળી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, બંનેની હત્યા એક જ રીતે એટલે કે છરી મારીને કરાઈ છે. બીજીતરફ ત્રીજો મિત્ર અશ્વિન ઉર્ફે ગોવિંદ વિજય ફરાર હોવાથી પોલીસને તેના પર શંકા છે. હાલમાં એકની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કોઈ મામલે ઝઘડો થતાં હત્યા કર્યાની આશંકા
રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સી.આર રાણાએ જણાવ્યું હતું કે, મરનાર બંને યુવકો અને શંકાસ્પદ હત્યારો અશ્વિન ત્રણે મિત્રો હતા અને અવારનવાર એકબીજાને મળતા હતા. બનાવની આગલી રાતે તેઓ મળ્યા હશે જયાં કોઈક મામલે તેમની વચ્ચે ઝઘડો થયો હશે જેને લઈને અશ્વિને બંને મિત્રોને મોતને ઘાટ ઉતારી દીધા હશે. જોકે હાલના તબક્કે શંકાસ્પદ આરોપી પકડાય પછી સમગ્ર ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...