બોગસ પાસપોર્ટ:17 લાખમાં બનાવડાવેલા બોગસ પાસપોર્ટ પર વિદેશ જતો ઝડપાયો

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વલસાડનાે યુવક પોર્ટુગલના પાસપોર્ટ પર આયરલેન્ડ જતો હતો
  • 4 વર્ષ પહેલાં યુવક નકલી પાસપોર્ટ પર ઇટાલી-ફ્રાંસ ગયો હતો

બોગસ પોર્ટુગીઝ પાસપોર્ટ પર અમદાવાદ એરપોર્ટથી અમિરાતની ફલાઇટમાં દુબઇથી આયરલેન્ડ જતા વલસાડના યુવકને ઇમિગ્રેશન વિભાગે ઝડપી લીધો હતો. એરપોર્ટ પોલીસે તેની ધરપકડ કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર ગુરુવારે મોડી રાત્રે અમિરાતની ફલાઇટ દુબઇ જતી હતી ત્યારે ઇમિગ્રેશન અધિકારી ઇશિતા ઠક્કર પેસેન્જરોનું ચેકિંગ કરતાં હતાં. વલસાડના નીલેશ પ્રજાપતિના પોર્ટુગીઝ પાસપોર્ટને ચેક કરતા તેમાં ભાવેશ નામ હતું. આથી અધિકારીએ ઇમિગ્રેશન સિસ્ટમ ચેક કરતા પાસપોર્ટ મુંબઇના ભાવેશ નામની વ્યક્તિનો હતો. બંને પાસપોર્ટ પર ફોટા અલગ હતાં.

આથી ઇમિગ્રેશન અધિકારીએ પૂછપરછ કરતા નીલેશ પ્રજાપતિએ જણાવેલું કે, વર્ષ 2018માં હૈદરાબાદથી બીજાના પાસપોર્ટ ઉપર અરમેનિયા ત્યાંથી સર્બીયા, ગ્રીસ, ઇટાલી, ફ્રાંસ અને ત્યાંથી પોર્ટુગલ ગયો હતો અને વર્ષ 2021માં પોર્ટુગલમાં એજન્ટ મારફતે રૂ.17 લાખમાં પાસપોર્ટ બનાવ્યો હતો. જે પાસપોર્ટ પર નીલેશ ભારતના ઇ-ટૂરિસ્ટ વીઝા મેળવી 16 સપ્ટેમ્બરે ભારત આવ્યો હતો અને 11 નવેમ્બરે મોડી રાત્રે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આયરલેન્ડ ડબ્લિન જવા માટે આવ્યો હતો અને ઇમિગ્રેશન ચેકિંગમાં નીલેશ પકડાઇ જતાં તેના પોર્ટુગીઝના બોગસ પાસપોર્ટ પકડાતાં આખરે તેની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...