પોલીસ કાર્યવાહી:અમદાવાદમાં પોલીસનું નકલી આઈકાર્ડ બનાવી બુઝુર્ગ લોકો પાસેથી રૂપિયા પડાવતો, અગાઉ પણ જેલમાં ગયો હતો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કહેવાય છે કે એક ઉંમર પછી લોકો ભગવાનના દ્વારે જાય છે એટલે કે ભક્તિ તરફ વળે છે પણ અમદાવાદ પોલીસે એક એવા વૃદ્ધને પકડ્યો છે જે મંદિરો નહીં પણ લોકોને લુટતો હતો જાહેર સ્થળ પર પોતાની ઓળખ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની આપીને તે લોકો પાસે રૂપિયા પડાવતો હતો તેણે પોલીસ ઇન્સ્પેક્ટર બનવાનું નાટક કરવા માટે પોલીસ જેવા બુટ પણ પહેરતો હતો અને પોતે તેણે એક બોગસ આઈકાર્ડ પણ બનાવી રાખ્યું હતું. ઘણા સમયથી પરિવારથી એકલો રહેતો આ ભેજા બાજ ને અમદાવાદ કારંજ પોલીસે ઝડપી લીધો છેઅમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં એક શખ્સ લોકો પાસેથી પૈસા પડાવતો હોવાની વિગતો પોલીસના ઘણા સમયથી હતી. પોલીસે આ વ્યક્તિની પર વોચ ગોઠવતા પોલીસે એક શખ્સની અટકાયત કરી આ વ્યક્તિએ પોતાનું નામ બાબુ સોમચંદ પટેલ જણાવ્યું હતું પોતે ૭૯ વર્ષનો વૃદ્ધ છે પણ તેણે એક બોગસ આઈકાર્ડ પણ બનાવી દીધું હતું જેમાં તેને પોતે પોલીસમાં અધિકારી હોવાનું ઓળખ આપી છેઆ વ્યક્તિની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેના પરિવાર તેને અલગ રાખ્યો હોવાથી તે આ રીતે ઘણા સમયથી અલગ ફરી રહ્યો છે અને પોતે પોલીસ ની ઓળખાણ આપીને કોઈની પાસેથી રૂપિયા પડાવી લેતો હતો અગાઉ તેણે એક ગુનામાં જેલની સજા પણ ભોગવી છે હાલ આ શખ્સની પોલીસ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...