અમદાવાદમાં હત્યા:લગ્ન પ્રસંગમાં ગરબા ગાતા યુવકને હાથ અડ્યો તો ઈસમે ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરબા પૂરા થયા બાદ ધમકી આપીને રસ્તામાં જ યુવકને ટૂંપો આપીને મારી નાખ્યા
  • વટવા પોલીસે ફરિયાદ બાદ ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરી

આજની ભાગદોડ ભરી જિંદગીમાં વ્યક્તિની સહનશીલતા એટલી ઓછી થઈ ગઈ છે. અમદાવાદના વટવા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં હાથવ વાગવા જેટલી નજીવી બાબત એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. હાલ તો વટવા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવહી હથ ધરી છે.

ગરબા ગાતા હાથ અડતા મામલો બિચક્યો
પોલીસ પકડેલા આરોપીનું નામ મહેશ બેચરજી ઠાકોર છે. જેને એક 20 દિવસની બાળકીના પિતાને છીનવી લીધા છે. વટવા વિસ્તારમાં આવેલા મોટા ઠાકોર વાસમાં રહેતા અજય ઠાકોર તેના ભાઈ અને સગા સંબંધીઓ સાથે પડોસમાં રહેતા ભરત ઠાકોરની દીકરીના લગ્ન પ્રસંગના ગરબામાં ગયા હતા. જ્યાં ઠાકોર વાસમાં રહેતા મહેશ ઠાકોર પણ ગરબા ગાવા આવ્યો હતો. જ્યાં અજયનો હાથ મહેશને લાગ્યો હતો, જેને લઇને મહેશે અજયને ગાળો આપીને ગરબા પૂર્ણ થયા બાદ જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.

મોડી રાત્રે દોઢ વાગ્યે ગળું દબાવીને હત્યા
ગરબા પૂર્ણ થયા બાદ અજય પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે રાત્રીના 1.30 વાગ્યાના સુમારે જોગણી માતાના મંદિર પાસે મહેશે અજય સાથે ઝઘડો કર્યો હતો. એકબીજા સાથે મારામારી પણ થઈ હતી, ત્યારે મહેશે અજયનું ગળું દબાવી દીધું હતું. ત્યારે તેના ભાઈએ જિગ્નેશ અને દીપેશ વચ્ચે પડી બચાવીને તેને એલજી હોસ્પિટલ ખાતે લઈ આવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. અજયનું મોત થતા તેના ભાઈ જિગ્નેશ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...