ચાલો ભાઈ વેક્સિન, વેક્સિન:‘બધા લઈ ગયા તમે રહી ગયા’, ગુજરાતી યુવકે કંડક્ટરની જેમ બૂમો પાડી પાડી લોકોને બોલાવ્યા

એક મહિનો પહેલા

ગુજરાતમાં હાલ કોરોના વેક્સિનેશનનું અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. આવા સમયે વેક્સિન અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક યુવક વેક્સિન લેવા માટે લોકોને બોલાવી રહ્યો છે. રોડ પર ઉભેલો યુવક કંડક્ટરની જેમ બૂમો પાડી પાડીને લોકોને વેક્સિન લેવા માટે બોલાવી રહ્યો છે. પોતાના આગવા અંદાજમાં યુવક જોરજોરથી લોકોને બોલાવી રહ્યો છે. આ વીડિયો અમદાવાદના પાલડી વિસ્તારોનું હોવાનું અનુમાન છે. શુક્રવારે ગુજરાત સહિત દેશભરમાં રેકોર્ડબ્રેક વેક્સિનેશન થયું છે, અને આ વીડિયો પણ શુક્રવારનો જ હોવાનું માનવામાં આવે છે. આ વીડિયો જોઈને લોકો અવનવા રિએક્શન આપી રહ્યા છે.