હાઇકોર્ટે માગ ફગાવી:NIAના કેસ માટે અલગ કોર્ટ રચવા મામલે ટકોર કરી કે, હાલ માત્ર 12 કેસ ચાલતા હોવાથી અલગ કોર્ટની જરૂર નથી

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીના (એનઆઇએ)કેસો માટે ખાસ કોર્ટ નીમવા સાથે થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. અરજીમાં એવી રજુઆત કરાઇ હતી કે, સેશન્સ કોર્ટમાં એનઆઇએના કેસ ચલાવવા માટે ઓછામાં ઓછા બે ખાસ જજની જરૂર છે. હાલ નરોડા રમખાણ કેસની સુનાવણી એનઆઇએના જજ સાંભળી રહ્યા છે. જેના કારણે એનઆઇએના કેસો માટે સમય મળતો નથી અને સમયસર કેસ ચાલતા નથી. કોર્ટે અરજી ફગાવી દેતા એવી ટકોર કરી હતી કે, હાલ એનઆઇએના માત્ર 12 કેસ છે. તેના માટે નવી કોર્ટ રચવાની જરૂર જણાતી નથી.

કેન્દ્ર સરકાર તરફથી એવી દલીલ કરાઇ હતી કે, નરોડા કેસમાં છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમય કોરોનાને લીધે સુનાવણી બંધ રહી હતી અને હવે અનલોક બાદ 6 મહિનામાં માત્ર એક સાક્ષીની ઉલટ તપાસ કરાઇ છે તે સિવાયના 47 સાક્ષીઓની ઉલટ તપાસ હજુ બાકી છે તેના માટે હજુ ઓછામાં ઓછા 6 મહિના જેટલો સમય વીતી શકે છે. કોર્ટે એવી ટકોર કરી હતી કે સહઆરોપીઓને જામીન પર છોડીએ તો એનઆઇએને શું વાંધો હોઇ શકે?

અન્ય સમાચારો પણ છે...