AMCનો 'સબ સલામત'નો પોકળ દાવો:કહ્યું, અમદાવાદમાં વરસાદ પડ્યા બાદ ક્યાંય રોડ બેસી જવાની કે ધોવાણ થયું હોવાની ફરિયાદ મળી નથી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેજલપુર APMC માર્કેટની તસવીર - Divya Bhaskar
વેજલપુર APMC માર્કેટની તસવીર

અમદાવાદમાં પડેલા અનરાધાર વરસાદ બાદ શહેરમાં કોઇપણ જગ્યાએ રોડ બેસી જવાની કે છોડને નુકસાન થયું હોવાની ફરિયાદ ન મળી હોવાનો દાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. આજે મળેલી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં પણ રોડ બેસી જવાની કે રોડનું ધોવાણ થયું હોવાની કોઇ પણ ફરિયાદ ન મળી હોવાનું રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું.

શહેરમાં ક્યાંય પણ રોડની કોઈ ફરિયાદો મળી નથી મીડિયામાં જે રીતે બે-ત્રણ જગ્યાએ રોડ બેસી ગયો હોવાની માહિતી મળી છે તેના સિવાય ક્યાંય પણ રોડ બેસવાની કે ભૂવા પડયા હોવાની ફરિયાદો મળી નથી તેવો દાવો મહાદેવ દેસાઈ દ્વારા કરવામાં આવ્યો છે.

જોકે શહેરમાં અનેક જગ્યાએ ભુવા પડવાની અને રોડ તૂટવાની ઘટના બની છે. જેમાં વેજલપુર એપીએમસીથી જીવરાજ પાર્ક બ્રિજ તરફ, કર્ણાવતી ક્લબની સામે તેમજ અનેક જગ્યાએ રોડ બેસી જવાની ઘટના બની છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સુધી આ જાણકારી પહોંચી નથી. વાસણા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન બ્રેકડાઉન થતા પાણી રોડ પર ફરી વળ્યા હતા. મોટો ભુવો વિસ્તારમાં પડ્યો હતો. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સત્તાવાર રીતે અમદાવાદ શહેરમાં ક્યાંય બ્રેકડાઉન કે રોડ સેટલમેન્ટ થયા નથી તેમ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...