બરવાળા લઠ્ઠાકાંડ:એમોસના સમીર પટેલને આગોતરા માટે બોટાદ કોર્ટમાં જવા HCનો આદેશ

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • 2 પાર્ટનરે કહ્યું, અમે માત્ર સ્લીપિંગ પાર્ટનર, કેમિકલના ધંધા સાથે લેવાદેવા નથી

લઠ્ઠાકાંડ માટે જવાબદાર કેમિકલની ચોરી જે એમોસ કંપનીમાંથી થઈ હતી તેના ડિરેક્ટર સમીર પટેલે કરેલી આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. સરકારે દલીલ કરી હતી કે, સમીર પટેલ સામે પોલીસે સમન્સ પાઠવ્યું છે, તેની તપાસમાં સહકાર આપવાને બદલે તે નાસતા ફરે છે. પોલીસે બોલાવ્યા છતાં હાજર થયા નથી. તપાસ હજી શરૂ થઈ છે તે પહેલાં તેમને જામીન આપી શકાય નહિ.કોર્ટે અરજી ફગાવતાં અવલોકન કર્યું કે, નીચલી કોર્ટમાં અરજી કર્યા બાદ હાઈકોર્ટમાં કરી શકાય. સીધા જ હાઈકોર્ટમાં અરજી કરી શકાય નહિ.

બીજી તરફ સમીર પટેલ, તેમના ત્રણ સ્લીપિંગ પાર્ટનર ડિરેક્ટર પંકજ પટેલ, રંજિત ચોકસી, ચંદુભાઈ પટેલને નિવેદન માટે એસઆઈટીએ સમન્સ પાઠવ્યા હતા, જે પૈકી બે પાર્ટનર ચંદુભાઈ પટેલ અને પંકજ પટેલે નિવેદન નોંધાવ્યાં હતાં. તેમણે કહ્યું કે, તેઓ કંપનીના સ્લીપિંગ પાર્ટનર જ છે, કેમિકલના વ્યવસાય સાથે તેમને કોઈ સંબંધ નથી. બીજી બાજુ લુકઆઉટ નોટિસ જાહેર કર્યા બાદ પોલીસે સંભવિત સ્થળોએ તપાસ કરી હતી, પરંતુ સમીર પટેલનો કોઈ પત્તો નથી.

અન્ય સમાચારો પણ છે...