તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. શહેરમાં સુપર સ્પ્રેડરના કારણે કોરોનાને ફેલાતો અટકાવવા માટે 15 મે સુધી શાકભાજી અને કરીયાણાની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. આવતીકાલથી એટલે કે 15 મેથી શહેરમાં ફરીથી શાકભાજી અને કરીયાણાની દુકાનો શરૂ થશે. જોકે હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડધારકો જ વેચાણ કરી શકશે તેવું જાહેર કરવામાં આવતા ફેરિયા અને વેપારીઓ એક દિવસ પૂર્વે જ હેલ્થ કાર્ડ મેળવવા માટે અર્બલ હેલ્થ સેન્ટરો ખાતે પહોંચ્યા છે. કાર્ડ મેળવવા માટે એક તરફ ફેરિયા-વેપારીઓની મોટી લાઇન જોવા મળી રહી છે, તો બીજી તરફ આ હેલ્થ સેન્ટરો પર બે કે ત્રણ જ આરોગ્ય કર્મીઓ હોવાથી કાર્ડ ઈસ્યૂ કરવામાં મોડું થઇ રહ્યું છે. જેને લઇને ફેરિયા અને વેપારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
વહેલી સવારથી લાઈનો લાગી
વેપાર ધંધો શરૂ કરવા માટે હેલ્થ કાર્ડની જરૂર હોય વહેલી સવારથી શાકભાજી અને કરીયાણા વેપારીઓ અને ફેરિયાઓ દ્વારા અર્બન હેલ્થ સેન્ટરો ખાતે લાંબી લાઈન લગાવાઈ હતી. શહેરના કન્ટેઇન્મેન્ટ ઝોન અને અન્ય વિસ્તારોમાં આવેલા હેલ્થ સેન્ટરો પર મોટી સંખ્યામાં વેપારીઓ અને શાકબાજીના ફેરિયાઓ પહોંચી ગયા હતા.જો કે સેન્ટરો પર આરોગ્યકર્મીઓ ઓછા હોવાને લીધે કાર્ડ આપવામાં અફરાતફરી જોવા મળી હતી. વેપારીઓ પણ આજે આગલા દિવસે જ સ્ક્રિનિંગ કરી હેલ્થ કાર્ડ લેવા દોડ્યા હતા.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.