હાટકેશ્વરનો તકલાદી બ્રિજ બનાવનારી અજય એન્જિયરિંગને નારણપુરામાં પલ્લવ ચારરસ્તાનો બ્રિજનો કોન્ટ્રાક્ટ અપાયો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, પલ્લવ બ્રિજ માટે ટેન્ડરમાં સૌથી ઓછો ભાવ અજય એન્જિનિયરિંગે ભર્યો હતો. અધિકારીઓની સીધી સાઠગાંઠથી આ બ્રિજ માટે 2021માં સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં ઓછા ભાવના અજય એન્જિનિયરિંગને 35 ટકા વધુ રકમ એટલે કે 104 કરોડ વધુ ચૂકવવા દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.
બીજી તરફ છેલ્લા 5 વર્ષમાં 9 બ્રિજ બનાવવામાં આવ્યા હતા. જેમાં પણ અલગ અલગ કોન્ટ્રાક્ટરોને ટેન્ડર કરતાં 86 કરોડ વધુ ચૂકવ્યા હતા. જ્યારે પલ્લવ, વાડજ, નરોડા પાટિયા સહિત 5 બ્રિજ એવા છે જેમાં ટેન્ડર તૈયાર કરાયું તેના કરતા 114 કરોડ વધુ ચૂકવવાની મંજૂરી લેવાઈ ગઈ છે. આમ તૈયાર થયેલા અને આગામી દિવસોમાં બનનારા બ્રિજ પાછળ મ્યુનિ. ટેન્ડર કરતા 200 કરોડ રૂપિયા વધુ ચૂકવશે.
9 બ્રિજ માટે 4 ટકાથી 29 ટકા સુધી વધુ પેમેન્ટ કરી દેવાયું
કામનું નામ | કોન્ટ્રાક્ટર | ટેન્ડરની રકમ | વધુ રકમ | ટકા | મંજૂર ટેન્ડર |
ઈન્કમટેક્સ જંકશન પર ફ્લાયઓવર | રણજત બિલ્ડકોન | 59.6 | 5.91 | 9.93 | 65.51 |
અંજલિ જંકશન પર ફ્લાયઓવર | વિજય.એમ. મિસ્ત્રી | 89.91 | 2.6 | 3.99 | 92.51 |
રાજેન્દ્ર પાર્ક ચારરસ્તા પર સ્પ્લીટ ઓવરબ્રિજ | પટેલ ઈન્ફ્રા | 57.47 | 13.22 | 23 | 70.69 |
અજીત મિલ જંકશન પર ફ્લાયઓવર | રણજીત બિલ્ડકોન | 41.23 | 9.07 | 22 | 50.3 |
વિરાટનગર જંકશન પર ફ્લાયઓવર | રાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રા. | 41.44 | 3.94 | 10.3 | 45.38 |
સીમ્સ હોસ્પિટલ રેલવે ઓવરબ્રિજ | રાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રા. | 49.74 | 9.3 | 18.7 | 59.04 |
નરોડા જીઆઈડીસી પાસે આવેલ L.C.No.9 | |||||
ઉપર રેલવે ઓવર બ્રિજ | રાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રા. | 79.81 | 9.42 | 11.8 | 89.23 |
વિનોબાભાવે નગરથી વિવેકાનંદનગર વસાહત | |||||
વચ્ચે ખારી નદી પર રિવરબ્રિજ | આશિષ બ્રિજકોન | 20.89 | 3.78 | 18 | 24.67 |
રિકન્સ્ટ્રક્શન ઓફ ખોખરા રેલવે ઓવરબ્રિજ | રણજીત બિલ્ડકોન | 25.11 | 7.29 | 29 | 32.4 |
માટીપગા હાટકેશ્વર બ્રિજનો કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ નહીં થાય તો HCમાં રિટ : કોંગ્રેસ
હાટકેશ્વર ખાતે બ્રિજમાં યોગ્ય ગુણવત્તાયુક્ત માલસામન નહીં વાપરી કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગને બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવે તો આ મામલે કોંગ્રેસ હાઈકોર્ટમાં જાહેરહિતની રિટ કરશે. મ્યુનિ. વિરોધ પક્ષના નેતા શહેજાદખાન પઠાણ સહિતના કોર્પોરેટરોએ મેયરને આવેદનપત્ર પાઠવીને અમદાવાદ મ્યુનિ. કરપ્શન હોવાનો આક્ષેપ કર્યો હતો.
કોંક્રિટના સેમ્પલ હલકી ગુણવત્તાના હોવાનું પુરવાર છતાં તેને બ્લેકલિસ્ટ કરાયો નથી
કોંગ્રેસે આપેલા આવેદનપત્રમાં એવી રજૂઆત કરી હતી કે, અજય એન્જિનિયરિંગે બ્રિજમાં ગેરરીતિઓ કરાઈ હોવાનું કોંક્રિટના સેમ્પલ પણ હલકી ગુણવત્તાના હોવાનું પુરવાર થયું હોવા છતાં પણ તેને બ્લેકલિસ્ટ કરાયો નથી. ટેન્ડરની શરતોનુસાર કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજનો લોડ ટેસ્ટિંગ અને બીમ તથા પિલ્લરના ક્યુબ ટેસ્ટિંગ પણ સમયાંતરે કરાવવાના હોય છે. એ શરતોનું પાલન થયું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.