ગુજરાતનું ગૌરવ:ટોક્યો પેરાલિમ્પિકના સિલ્વર મેડાલિસ્ટ ભાવિના પટેલને હર્ષ સંઘવીએ ૩ કરોડનો ચેક આપીને શુભેચ્છા પાઠવી

અમદાવાદ2 મહિનો પહેલા
  • ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં ભારતને પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો હતો
  • યુવા સાંકૃતિક મંત્રી હર્ષ સંઘવીની સાથે મેયર કિરીટ પરમાર પણ ભાવિના પટેલના ઘરે પહોંચ્યા હતા

ટોક્યો પેરાલિમ્પિકમાં અમદાવાદની દીકરી ભાવિના પટેલે દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું હતું. ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં ભારતને પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો હતો. મેડલ જીતવા બદલ દેશભરમાંથી ભાવિના પટેલને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારે ૩ કરોડ આપવાની જાહેરાત કરી હતી. જેમા આજે ગુજરાતના રમતગમત અને યુવા સાંકૃતિક મંત્રી હર્ષ સંઘવીએ ભાવિનાના ઘરે જઈને તેમને ૩ કરોડનો ચેક આપ્યો છે.

ભાવના પટેલ ઘરે જઈ 3 કરોડનો ચેક આપ્યો
રાજ્યના ગૃહ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી આજે પેરાઓલિમ્પિકના સિલ્વર મેડાલિસ્ટ ભાવિના પટેલના ઘરે પહોચ્યા હતા. જ્યાં મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ પણ સાથે રહ્યા હતા. હર્ષ સંઘવીએ ભાવિના પટેલના ઘરે જઈને તેમની સાથે બેસીને તેમને શુભેચ્છાઓ આપી હતી અને પેરાઓલિમ્પિક અંગે વાતચીત કરી હતી બાદમાં તેમના સિલ્વર મેડલ અંગે પણ ચર્ચા કરી હતી. જે બાદ સરકાર દ્વારા કરાયેલ ૩ કરોડની જાહેરાતનો ચેક પણ આપ્યો હતો.

હર્ષ સંઘવીએ ભાવિના પટેલના ઘરે જઈને તેમની સાથે બેસીને તેમને શુભેચ્છાઓ આપી હતી
હર્ષ સંઘવીએ ભાવિના પટેલના ઘરે જઈને તેમની સાથે બેસીને તેમને શુભેચ્છાઓ આપી હતી

સંઘવી ભાવિના પટેલ સાથે અન્ય ખેલાડીને પણ મળ્યાં
આ ઉપરાંત હર્ષ સંઘવીએ ભાવિના પટેલ તેમના ઘરે જ્યાં પ્રેક્ટીસ કરતા હતા તે ટેબલ ટેનિસની જગ્યાની પણ મુલાકાત લીધી હતી. અન્ય ખેલાડીઓ સાથે પણ ભાવિના પટેલના ઘરમાં હીંચકા પર બેસીને વાતચીત કરી હતી. મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સાથે પણ રમતગમત અંગે ચર્ચા કરી હતી.

ભાવિના પટેલના ઘરેથી કઈક શીખીને જાવ છું: હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે ભાવિના પટેલને ઘરે આવ્યો તેનો ખુબ આનંદ છે. રાજ્ય સરકાર વતી ઇનામ નહિ પરંતુ ૩ કરોડનો ચેક ગૌરવના રૂપે આપવામાં આવ્યો છે. આજે ભાવિના પટેલના ઘરેથી કઈક શીખીને જાવ છું. ભાવિના પાસેથી પણ ઘણા સૂચનો મળ્યા છે. અગામી દિવસમાં તે મુદ્દાઓ ચર્ચામાં મુકવામાં આવશે અને આવા અનેક ખેલાડીઓ દેશનું નામ રોશન કરે તે માટે તૈયારી કરાવવામાં આવશે.

હર્ષ સંઘવીએ ભાવિના પટેલ સાથે પેરાઓલિમ્પિક અંગે વાતચીત કરી હતી
હર્ષ સંઘવીએ ભાવિના પટેલ સાથે પેરાઓલિમ્પિક અંગે વાતચીત કરી હતી

ભાવિનાએ ​​​મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો
ટોક્યો પેરાલિમ્પિકમાં ભાવિનાબેન પટેલે ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. ફાઇનલમાં વિશ્વની નંબર 1 ચીનની ખેલાડી ઝોઉ યિંગ સામે ભાવિનાનો મુકાબલો હતો. યિંગે ભાવનાને 11-7, 11-5 અને 11-6થી હરાવીને ગોલ્ડ જીત્યો. ભાવિનાને સિલ્વર મળ્યો હતો. ભાવિનાબેન પટેલે અગાઉ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બ્રાઝિલની જોયજ ડી ઓલિવિયરાને 12-10, 13-11, 11-6થી હરાવિ હતી. તેણે પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ મેડલ સુનિશ્ચિત કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ભાવિનાબેન પટેલે સિલ્વર મેડલ મળતા તેના વતનમાં ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતની ભાવિનાબેન પટેલે ટેબલ ટેનિસમાં ભારતનો પ્રથમ મેડલ જીત્યો હતો
ગુજરાતની ભાવિનાબેન પટેલે ટેબલ ટેનિસમાં ભારતનો પ્રથમ મેડલ જીત્યો હતો

ભાવિનાને બાળપણથી હતી પોલિયોની અસર
મહેસાણા જિલ્લાના સુંઢિયાની યુવતીને બાળપણથી પોલિયોની અસર થતાં તેના બન્ને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. જો કે મક્કમ મન ધરાવતી ભાવિના પટેલે સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે. કમ્પ્યુટરનો અભ્યાસ કરવા માટે અંધજનમંડળ, અમદાવાદ ખાતે તેને મૂકવામાં આવી હતી, જ્યાં તેણે ટેબલ ટેનિસ રમતા ખેલાડીઓ જોઇને આ સ્પોર્ટ્સમાં કંઇક કરવાની ઇચ્છા જાગી હતી.

ભાવિના મહેસાણા જિલ્લાના સુંઢિયા ગામની વતની
ભાવિના પટેલ મહેસાણા જિલ્લામાં આવેલા સુંઢિયા ગામમાં રહેતા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. ભાવિનાના પિતા ગામમાં નાનકડી સ્ટેશનરી અને કટલરીની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...