ખાડામાં પડતા પડતા બચી કાર:અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં હેરિયર કાર લટકી પડી, ફાયરની ટીમે દોરડાથી મહામહેનતે ખેંચીને બહાર કાઢી

અમદાવાદ3 મહિનો પહેલા

અમદાવાદ શહેરમાં આજે(8 જુલાઈ, 2022) ભારે વરસાદથી તારાજી થઈ હતી. શહેરમાં ત્રણ કલાકમાં સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. માત્ર પશ્ચિમ વિસ્તારમાં ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, નારણપુરા વિસ્તારમાં જ સવારના 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા અને અન્ડર બ્રિજ બંધ કરવાની સ્થિતિ ઉભી થઈ હતી. તો બીજી તરફ અનેક જગ્યાએ વાહનો ફસાયા હતા.

શહેરના સીજી રોડ પર દીવાલ ધરાશાયી થતા દેવપથ બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી હેરિયર કાર લટકી પડી હતી. જેથી કારને ફાયરની ટીમ દ્વારા દોરડું બાંધીને ખેંચીને બહાર કાઢવામાં આવી હતી. કાર નીચે જતી રહી હોવાને કારણે નુકસાન પણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...