તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો:ગઢડા મંદિરના ચેરમેન પદે હરિજીવન સ્વામી યથાવત

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગઢડામાં આવેલ ગોપીનાથજી મંદિર જે સતત વિવાદોમાં જોવા મળે છે . આ મંદિર માં 6 ડીસેમ્બર 2020 ના રોજ મંદિરના ચેરમેન પદનો વિવાદ થયો હતો. આચાર્ય પક્ષના રમેશ ભગતે પોતે ચેરમેન હોઈ તેમ જણાવી રાત્રીના સમયે દેવપક્ષ ચેરમેન હરીજીવન સ્વામી એ ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી પોતે જ ચેરમેન છે તેમ જણાવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે આચાર્ય પક્ષ દ્વારા હાઈકૉર્ટનાં દ્વાર ખખડાવતા હાઈકોર્ટ દ્વારા હરીજીવન સ્વામી તરફ ચુકાદો આપતા હરીજીવન સ્વામીને ચેરમેન પદે રહ્યા છે.

મંદિરમાં તા. 6 ડીસેમ્બર ના રોજ ચેરમેન પદ ને લઈ વિવાદ સર્જાયો હતો. સમગ્ર મામલો ભાવનગર ચેરીટી કમિશનર પાસે પહોચ્યો હતો. ભાવનગર ચેર્રીટી કમિશનરમાં દેવપક્ષ દ્વારા અરજી કરવામાં આવી હતી કે આચાર્ય પક્ષ દ્વારા 2 જાન્યુઆરીએ બોલાવેલી બેઠક રદ કરવામાં આવે જેને લઈ આચાર્ય પક્ષની બેઠક ઉપર સ્ટે મૂકી આ બેઠક રદ કરવાનો હુકમ કર્યો હતો. આચાર્ય પક્ષના રમેશ ભગત દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ચુકાદાને પગલે આચાર્ય પક્ષને મોટો ફટકો પડ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser