તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ:હરે કૃષ્ણ મંદિર, અમદાવાદ, દ્વારા વિશ્વ શાંતિ માટે ઓનલાઇન આંતરરાષ્ટ્રીય કીર્તનમેળા નો ભવ્ય આયોજન

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જો રોગચાળા માટે કોઈ દવા નથી, તો પ્રાર્થનાઓ જ કામ કરે છે. કોરોનાએ સમગ્ર વિશ્વને તેના પગલે લીધું છે, આને ધ્યાનમાં રાખીને અને પ્રેમ અને વિશ્વ શાંતિ માટે , હરે કૃષ્ણ લાઇફ હેઠળ, વિશ્વવ્યાપી હરે કૃષ્ણ આંદોલન(એચકેએમ) ના કેન્દ્રોએ 27 ડિસેમ્બર, 2020 ને રવિવારે 12 કલાક નું આંતરરાષ્ટ્રીય કીર્તનમેળા નો ભવ્ય આયોજન કરેલું છે.

કાર્યક્રમની શરૂઆત સવારે 9.30 વાગ્યે એક વરિષ્ઠ પૂજનીય સંન્યાસી સ્તોકા કૃષ્ણ સ્વામીના વિશેષ સંબોધનથી થઈ. આ કાર્યક્રમ દ્વારા વિશ્વના તમામ ભક્તોને ભગવાનના પવિત્ર નામોના આધ્યાત્મિક સ્પંદનોમાં પોતાને લીન કરવાની તક મળી, જેમાંકે વિવિધ ભક્તોએ અનેક વધ્યો વગાડવાની સાથે હરે કૃષ્ણ મહા-મંત્રને ગાવાનો લાભ લીધો હતો. વિશ્વવ્યાપી હરે કૃષ્ણ આંદોલના સંસ્થાપક આચાર્ય કૃષ્ણકૃપામૂર્તિ શ્રીલ પ્રભુપાદે તેમના ઉપદેશોમાં જણાવ્યું છે કે “જો કોઈ ભૌતિક ઉપભોગના ઝેરની આ અગ્નિથી બહાર નીકળવા માંગે છે, તો તેણે આ હરિ-નામ સંકીર્તન, આ જાપ કરવો પડશે."

ભારતનાં ઘણાં શહેરો ઉપરાંત વિવિધ દેશો જેમકે યુ.એસ.એ., મલેશિયા, લંડન, ઑસ્ટ્રેલિયા ની સક્રિય ભાગીદારી હતી. આ પ્રસંગ વિશે વાત કરતાં હરે કૃષ્ણ મુવમેન્ટ ના ગોવેર્નિગ બોડી કોઉન્સિલ ના અધ્યક્ષ પૂજનીય મધુ પંડિત દાસાજી કહે છે કે "500 વર્ષ પહેલાં,ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ, તેમણે આ દિવ્ય સંકિર્તન આંદોલન રજૂ કર્યું. સંકિર્તનનો અર્થ થાય છે કે મોટી સંખ્યામાં લોકો એક સાથે આવે છે અને એક સાથે ભગવાનના પવિત્ર નામોનો જાપ કરે છે. ”

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો