માફી માગવાનો હાર્દિકનો સ્પષ્ટ ઈનકાર:​​​​​​​મીડિયાના સવાલ પર ભડકીને સાત વખત બોલ્યા 'જનતાનાં હિત માટે જ આંદોલન કર્યુ હતું'

2 મહિનો પહેલા

પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને આજે 12.39ના વિજય મુહૂર્તમાં ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો છે. ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલની પ્રેસકોન્ફ્રેન્સ યોજાઈ હતી. જેમા રિપોર્ટરના સવાલ પર હાર્દિક પટેલ ભડક્યા હતા. સાથે જનતાનાં હિત માટે જ આંદોલન હોવાનું ગાણું ગાતાં રહ્યા હતા. હાર્દિક પટેલને આંદોલન પર સવાલ કરતા તેઓ જનતાનાં હિત માટે જ આંદોલન હોવાનું સાત વખત બોલ્યા હતા. હાર્દિકનાં આ પ્રકારનાં વર્તનથી મીડિયાએ હોબાળો કર્યો હતો. અગાઉનાં આંદોલનની વાત કરી બચવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...