મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:હાર્દિક પટેલ આજે ભાજપમાં જોડાશે, દેશમાં આ વર્ષે 103% વરસાદ થવાનો અંદાજ, સોનિયા-રાહુલને EDની નોટિસ

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે ગુરુવાર છે, તારીખ 2 જૂન, જેઠ સુદ-ત્રીજ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ તથા શ્વેતા બ્રહ્મભટ્ટ આજે કમલમ ખાતે ભાજપમાં જોડાશે

2) મહાત્મા મંદિર ખાતે નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરની બેઠકનો આજે બીજો દિવસ

3) ખંઢેરી સ્ટેડિયમમાં સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ સીઝન-2નો આજથી પ્રારંભ, ગૃહ મંત્રીના હસ્તે થશે ઉદ્ઘાટન

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ: સીઆર પાટીલે કહ્યું, 'ત્રિપલ તલાકનો કાયદો લાવી મુસ્લિમ મહિલાઓનો ડર દૂર કર્યો', '11 કરોડ શૌચાલયનું નિર્માણ થયું'

મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે બુધવારે એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. પાટીલે જણાવ્યું હતું કે, મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થયા છે. સરકાર શું કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. સાથે જ શાસન અને સુશાસન વચ્ચેનો તફાવત પણ 8 વર્ષમાં જોવા મળ્યો છે. આયુષ્માન યોજના દ્વારા 3.50 કરોડ લોકોની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી છે.

વાંચો સમાચાર વિગતે

2) નેતાઓ સામસામે કે એકસાથે:ગુજરાત અને દિલ્હીના શિક્ષણમંત્રી એક જ ગાડીમાં બેઠા, જિતુ વાઘાણી મનીષ સિસોદિયા સાથે પડછાયાની જેમ રહ્યા

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 1 અને 2 જૂન દરમિયાન બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરની બેઠક યોજાઈ રહી છે. બુધવારે શરૂ થયેલી આ બેઠકમાં સમગ્ર દેશના શિક્ષણમંત્રીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ પહેલાં જ સૌથી વધુ ચર્ચા ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી અને દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાને લઈને થઈ રહી છે. અમદાવાદ એરપોર્ટથી તમામ મંત્રીઓને ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં લઈ જવામાં આવ્યા ત્યારે ધર્મેન્દ્ર પ્રધાન, જિતુ વાઘાણી અને મનીષ સિસોદિયા એક જ ગાડીમાં વિદ્યા સમીક્ષા કેમ્પ જવા માટે રવાના થયા હતા.

વાંચો સમાચાર વિગતે

3) કોંગ્રેસનો અનોખો વિરોધ: શાકભાજીમાં વધતી મોંઘવારી સામે રાજકોટમાં અડધા ભાવે એક કિલો ડુંગળી, બટાટા અને ટામેટા વેચ્યા, લોકોની લાઈન લાગી

રાજકોટમાં શહેર કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારીના મુદ્દે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યાં શહેરની હુડકો ચોકડી પાસે અડધા ભાવે એક કિલો ડુંગળી, બટાટા અને ટામેટાનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેને પગલે મોટી સંખ્યામાં શહેરીજનો ઊમટી પડ્યા હતા અને શાકભાજી લેવા લોકોની લાઈન લાગી હતી.

વાંચો સમાચાર વિગતે

4) સોનિયા-રાહુલને EDની નોટિસ, નેશનલ હેરાલ્ડ કેસમાં 8 જૂને હાજર થવું પડશે, સુરજેવાલાએ કહ્યું- તાનાશાહ સરકાર ડરી ગઈ

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યો છે. EDએ મનિ લોન્ડરિંગ કેસમાં બંનેને 8 જૂને પૂછપરછ માટે હાજર રહેવા કહ્યું છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, સોનિયા ગાંધી પૂછપરછમાં સામેલ થશે. જો રાહુલ દિલ્હીમાં હશે તો તેઓ પણ પૂછપરછમાં સામેલ થશે. એજન્સીએ નેશનલ હેરાલ્ડ કેસની તપાસમાં બંને નેતાઓને સામેલ થવા કહ્યું છે. આ કેસમાં ED કોંગ્રેસના 2 મોટા નેકા પવન બંસલ અને મલ્લિકાર્જુન ખડગેને ગઈ 12 એપ્રિલે તપાસમાં સામેલ કર્યા હતા. 2014માં સુબ્રમણ્યમ સ્વામીએ સોનિયા અને રાહુલ સામે કેસ નોંધાવ્યો હતો. તેમાં સ્વામીએ ગાંધી પરિવાર પર 55 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.

વાંચો સમાચાર વિગતે

5) સૌરવ ગાંગુલીના ટ્વિટથી કન્ફ્યૂઝન સર્જાયું, લખ્યુ-કંઈક નવું કરવા જઈ રહ્યો છું; BCCI અધ્યક્ષ પદ છોડવાની અટકળો અંગે જય શાહે કહ્યું- રાજીનામું આપ્યું નથી

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના એક ટ્વિટથી બુધવારે ભારે હડકંપ મચી ગયો હતો. સૌરવે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે વર્ષ 2022 મારી ક્રિકેટ યાત્રાનું 30મું વર્ષ છે. હવે હું કંઈક એવું કરવા માગુ છું કે જેથી લોકોની સેવા માટે યોગદાન આપી શકાય. આ ટ્વિટ બાદ એવું કહેવામાં આવતું હતું કે સૌરવે BCCI અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. જોકે થોડીવાર બાદ બોર્ડના સેક્રેટરી જય શાહે સ્પષ્ટતા કરી કે સૌરવ ગાંગુલીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપ્યું નથી.

વાંચો સમાચાર વિગતે

6) આ વર્ષે સારો વરસાદ, દેશમાં આ વર્ષે 103% વરસાદ થવાનો અંદાજ, ગુજરાત-પંજાબ સહિત 12 રાજ્યમાં જૂનમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી

આ વર્ષે દેશમાં ગયા વર્ષ કરતાં વધારે સારો વરસાદ થવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં 103 ટકા વરસાદ થવાની શક્યતા રજૂ કરી છે. વિભાગે એક મહિના પહેલાં દેશમાં 99% વરસાદ થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જૂનમાં પંજાબમાં પણ ચોમાસાની સીઝન દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદ થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.

વાંચો સમાચાર વિગતે

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) AAPનું મિશન ગુજરાત: દિલ્હીના CM કેજરીવાલ 6 જૂને ગુજરાત આવશે, અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં રેલી કરશે

2) વડોદરામાં જીવદયા સંસ્થાએ 40 બકરાને બલિ ચઢાવતા બચાવ્યા, અસામાજિક તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો

3) સરકારનો નિર્ણય:પાલિકાઓ દ્વારા વેરામાં રાહત આપતી ‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’ બે મહિના સુધી લંબાવાઈ

4) કાશ્મીરી પંડિતોની પલાયનની તૈયારી,મહિલા શિક્ષકના મોત પછી ચોક્કસ સુરક્ષાની ખાતરી માગી, સરકાર એક્ટિવ ના થઈ તો કાલથી પલાયન

5) શ્રીરામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ શરૂ, આંદોલન સાથે જોડાયેલા 300 લોકો સાક્ષી બન્યા, CMએ કહ્યું- 500 વર્ષની સાધના સિદ્ધ થઈ

6) મૂસેવાલાની હત્યા બાદ ભાઈજાનની સુરક્ષા વધી:મુંબઈ પોલીસ અલર્ટ મોડમાં, લોરેન્સ બિશ્નોઈએ સલમાનને જાનથી મારવાની ધમકી આપી હતી

7) શ્રદ્ધાંજલિ:કેકેના મોતથી ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી, સલમાન ખાનથી લઈ સોનુ નિગમ સહિતના સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યું

આજનો ઈતિહાસ
વર્ષ 1966માં આજના દિવસે અમેરિકાએ પોતાના પ્રથમ પ્રયત્નમાં ચંદ્ર ઉપર પોતાનું અંતરિક્ષ યાન ઉતાર્યું હતું.

અને આજનો સુવિચાર
જો તમે તમારા ભૂતકાળમાંથી બહાર નીકળવા સમર્થ છો, તો તમે દરેક મુશ્કેલીમાંથી બહાર નીકળી શકો છો.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...