હાર્દિક હજુ પણ નારાજ!:ટ્વિટર પર હાર્દિક પટેલે કાર્યકારી અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસ દૂર કર્યુ, પ્રોફાઈલ પિકમાં ‘પંજો’અડીખમ

એક મહિનો પહેલા
  • હાર્દિક પટેલની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી સોશિયલ મીડિયા અને જાહેર સ્થળે વર્તાય છે
  • અગાઉ વોટ્સએપની ડીપી અને ટેલિગ્રામના પેજ પર કેસરિયા તસવીર કરી હતી

ગુજરાત કોંગ્રેસમાં બધુ બરાબર ન હોવાના અવારનવાર અહેવાલ આવે છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ હજુ પણ નારાજ હોય તેવું સામે આવી રહ્યું છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોતાની કોંગ્રેસના હોદ્દાને દૂર કર્યો છે. ટ્વિટર પર હાર્દિક પટેલે કાર્યકારી અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસ લખ્યું હતું. જો કે, અચાનક જ હટાવી દીધું હતું. પટેલે પોતાની તસવીર સાથે પંજાને એમને એમ રાખીને વિવાદોને વધતો અટકાવવા પ્રયાસ કર્યા હોય તેવી લાગી રહ્યું છે.

વોટ્સએપ અને ટેલિગ્રામ પર ડીપી ચેન્જ કરી
હાર્દિક પટેલની કોંગ્રેસ પ્રત્યે નારાજગી સોશિયલ મીડિયા અને જાહેર સ્થળે વર્તાઈ રહી છે. હાર્દિક પટેલે અગાઉ વોટ્સએપની ડીપી અને ટેલિગ્રામથી પોતાનું પેજ પર કેસરિયા તસવીર દેખાઈ હતી. ત્યારે હવે હાર્દિકે ટ્વિટર પરથી તેના કોંગ્રેસ પરનો હોદ્દાને લગતું લખાણ દૂર કરી દીધું છે. હાર્દિક પટેલે વિરમગામમાં તેમના પિતાની પુણ્ય તિથિના કાર્યક્રમોમાં ભાજપના નેતાઓને સામેલ કર્યા હતા. જેને લઇને કોંગ્રેસના નેતાઓએ પણ નિવેદનો આપ્યા હતા. હાર્દિક પટેલે પોતે પણ તે સમયે નિવેદન આપ્યુ હતુ. જોકે ત્યારે હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી હતી કે, જે વાત છે તે પૂર્ણ થઇ જશે અને વિવાદનો અંત આવશે.

હાર્દિક પટેલનું ફેસબુકમાં બધું યથાવત
કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલના સોશિયલ મીડિયા ફેસબુક એકાઉન્ટમાં કોઈ જ બદલાવ કર્યો નથી. તેમાં પોતાનું પદ પણ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ યથાવત રાખ્યું છે.

હાર્દિક પટેલની સ્પષ્ટતા- હું કોંગ્રેસમાં છું જ, પક્ષ પાસે કામ માગું છું
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતા સ્વ.ભરતભાઈ પટેલની પુણ્યતિથિ પ્રસંગે આવેલા સાધુ-સંતો અને કોંગ્રેસના આગેવાનોનાં સલાહ-સૂચન બાદ હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી હતી કે, હું કોંગ્રેસમાં છું જ, પક્ષ પાસે કામ માગું છું, કામ મળશે તો 110ની સ્પીડે કામ કરીશ, મારે કોઇ વાત સાબિત કરવાની નથી.

હાર્દિક પટેલ તેના પિતાની પુણ્યતિથિએ
હાર્દિક પટેલ તેના પિતાની પુણ્યતિથિએ

રઘુ શર્માના નિવેદન પર હાર્દિકનો ખુલાસો
હાર્દિક પટેલના ત્યાં આવેલા કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને નૌતમ સ્વામીએ આપેલાં નિવેદન અને સલાહ-સૂચનોનો ખુલાસો કરતાં હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ છું, પક્ષ પાસે કામની માગણી કરું છું અને જો કામ મળશે તો હું વધુ સ્પીડથી કામ કરીશ, પક્ષમાં કોઈની સાથે વ્યક્તિગત કે વિચારનો વિરોધ હોઈ શકે, પરંતુ હું આ મામલે સાથે બેસીને વાત કરીશ. મારા પિતાના પુણ્યતિથિ પ્રસંગે આવેલા સૌનો આભાર માનું છું.

નૌતમસ્વામીના નિવેદન પર હાર્દિકનો ખુલાસો
નૌતમસ્વામીએ હાર્દિક પટેલને હિન્દુત્વની વિચારધારાવાળા પક્ષમાં જોડાવવાની આપેલી સલાહ અંગે તેમણે ખુલાસો કરતાં જણાવ્યું કે નૌતમસ્વામીએ તેમની લાગણી વ્યક્ત કરી છે. મેં ભગવાન રામની અહીં સ્થાપના કરી છે. મારે કોઇ વાત સાબિત કરવાની નથી. હું રઘુવંશી છું, મારે કંઇ સાબિત કરવાનું રહેતું નથી. અમે હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ.

હાર્દિક અને ભાજપ વચ્ચે નૌતમસ્વામી મધ્યસ્થી?
વિરમગામમાં વડતાલ મંદિરના નૌતમસ્વામીએ હાર્દિકને ભાજપમાં જોડાવા માટે ઇશારો કરતાં કહ્યું હતું કે, હાર્દિક પટેલે હિન્દુ વિચારધારા ધરાવતા પક્ષમાં જોડાવવું જોઈએ. જે પક્ષમાં 370 કલમ હટાવવા અને રામ મંદિર જેવા મુદ્દે નિર્ણય લેવાની ક્ષમતા હોય તે જ હિન્દુ વિચારધારા ધરાવતો પક્ષ છે. હવે હાર્દિક આ પક્ષમાં જોડાય એવી આશા છે. હાર્દિક પટેલે કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી છે ત્યારથી લઈ અત્યાર સુધી હાર્દિક પટેલ અને નૌતમસ્વામી વચ્ચે બેવાર મુલાકાત થઈ છે. નૌતમસ્વામી છેલ્લા 10 દિવસમાં બેવાર આ પ્રકારનું નિવેદન આપી ચૂક્યા છે, ત્યારે સવાલ એ થાય કે શું નૌતમસ્વામી હાર્દિક પટેલ અને ભાજપ વચ્ચે મધ્યસ્થી કરી રહ્યા છે?

અન્ય સમાચારો પણ છે...