યુવા નેતાનો મિજાજ:‘રાષ્ટ્રહિત’માં ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલ પત્રકારો સાથે ઝઘડ્યા અને સલાહો આપી, આક્રમકતા દેખાડી

2 મહિનો પહેલા
  • મને રાષ્ટ્રસેવામાં સિપાહી બનવાની ઓફર આવી અને મેં સ્વીકાર કરી- હાર્દિક પટેલ
  • રાષ્ટ્રપ્રેમી છું એ કોઈને કહેવાની જરૂર નથી, રાષ્ટ્રહિતમાં પહેલાં પણ લડતો હતો
  • આંદોલન હિંસા મુદ્દે નિવેદન- મેં સળગાવી છે, મારો કોઈ રોલ છે, મેં જાતે થોડી સળગાવ્યું છે

આજે 2 જૂને હાર્દિક પટેલ ભાજપમાં વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા બાદ હાર્દિકે શ્રી કમલમ્ ખાતે પત્રકાર પરિષદ યોજીને ભાજપમાં જોડાવા સહિતના સંખ્યાબંધ સવાલોના જવાબો આપ્યા હતા. જો કે, આ દરમિયાન હાર્દિક પટેલના ભાવો બદલાયા હતા. વારંવાર ઉગ્રતા આવી જતી હતી. તો પત્રકારો સાથે ઝઘડવા લાગે અને સલાહોનો મારો કરતો જોવા મળ્યા હતા. જો કે આ દરમિયાન ભાજપમાં જોડાવવા માટે એક માત્ર કારણ આપ્યું હતું રાષ્ટ્રહિત.

હાર્દિકની સલાહ- સવાલ કરો તો એનાલિસિસ કરીને આવો
તમને ભાજપામાં આવવા કેવી ઓફર મળી? તેના પ્રત્યુત્તરમાં હાર્દિકે કહ્યું કે, મને રાષ્ટ્રસેવામાં સિપાહી બનવાની ઓફર આવી અને મેં સ્વીકાર કરી. નેતાઓ અંગેની કોમેન્ટનો ગોળગોળ જવાબ આપીને કહ્યું- અમારું આંદોલન હતું, એ આંદોલન સમયે જે આક્રમકતાથી લડ્યા, આંદોલનની પરિભાષા અલગ છે. પાસ અલ્પેશ કથિરિયાએ કહ્યું છે કે પાસની મુવમેન્ટ ચાલુ રહેશે, જ્યાં સુધી 14 લોકોના મોતના સવાલ અધવચ્ચે મુદ્દે હસતાં હસતાં કહ્યું- સવાલો કરો છો તો જવાબ તો સાંભળો... હાર્દિક ભલે ભાજપમાં જાય આંદોલન ચાલુ રહેશે... તમને એનાલિસિસ હોવું જોઈએ... એ મુજબ જવાબ આપું છું... 2019માં જાન્યુઆરીથી અલ્પેશ કથિરિયા કન્વીનર છે. તે તમારા નોલેજમાં હોવું જોઈએ, એટલા માટે પાર્ટી જોઈન કરી છે. સવાલ રહ્યો આંદોલનનો, તે અનામત માટે હતું. 10 ટકા અનામત મળી પછી હું આંદોલનનો હિસ્સો નથી. જે પરિવારોને રોજગાર આપવાની વાત છે, ત્યાં મને ભરોશો છે કે સરકાર તરફથી તેમને મળશે, જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી વૈકલ્પિક રોજગાર આપવાનો નિર્ણય અમે કર્યો છે.

પટેલે હસતાં ચહેરે સલાહો આપી.
પટેલે હસતાં ચહેરે સલાહો આપી.

હાર્દિકે કહ્યું- હું રાષ્ટ્રપ્રેમી છું
રાજદ્રોહના કેસ મુદ્દે હાર્દિકે કહ્યું- રાષ્ટ્રપ્રેમી છું એ કોઈને કહેવાની જરૂર નથી. રાષ્ટ્રહિતમાં પહેલા પણ લડું છું બોલું છે, મારા પર આરોપ લાગ્યા એ હજુ સુધી સાબિત નથી થયા, એ કોર્ટમાં ચાલે છે. સુપ્રિમ કોર્ટે રાજદ્રોહના કેસ પર રોક પણ લગાવી છે.

ભાજપ પ્રવેશ ટાણે સમર્થકો મુદ્દે કહ્યું- આંકડા સાથે નથી આવ્યો
અન્ય સવાલના પ્રત્યુત્તરમાં કહ્યું - પહેલાં પણ હું દેશભક્ત હતો. બાદમાં સવાલ કરાયો કે જીએમડીસીમાં 5 હજાર (લાખ) લોકો હતા ત્યારે આજે 1500 લોકો નથી આવ્યા ત્યારે પાટીદાર સમાજ સાથે છે... ભાજપને તમારી જરૂર છે કે તેની પાછળ લાગેલા સપનાની.... સૌથી મોટો સવાલ છે કે અહીં ક્યાં કોઈ શક્તિપ્રદર્શન કરવા આવ્યું છે. અહીંયા જે લોકો આવ્યા છે એ સાથ આપવા એમનું સ્વાગત કરીએ છીએ. તમારા સવાલમાં થોડી મિસ્ટેક હતી, જીએમડીસી ગ્રાઉન્ડમાં 5 લાખ નહીં 25 લાખ લોકો હતા. અહીં હું કોઈ આંકડા સાથે નથી આવ્યો.. રાષ્ટ્રહિતમાં જોડાવવા આવ્યો છું. આંકડાનું કોઈ મહત્વ નથી. અમારું દિલ દેશ માટે કેટલું મોટું છે મહત્વનું છે.

આંદોલન સમયે થયેલી હિંસા મુદ્દે બેફામ નિવેદન આપ્યું.
આંદોલન સમયે થયેલી હિંસા મુદ્દે બેફામ નિવેદન આપ્યું.

કોર્ટનો ફેંસલો આવશે એ શિરોમાન્ય
તમને ખબર હશે કે મારા પર જેટલા કોર્ટમાં કેસ ચાલે છે. કોર્ટ ફેંસલો કરશે, પછી નિર્દોષ છોડે કે અન્ય ફેંસલો કરે એને મેં સ્વીકાર્યું છે. ગુજરાતની કોર્ટે મને 2 વર્ષની સજા કરી હતી. તેને સુપ્રિમ કોર્ટે 2 વર્ષની સજા રોકી દીધી હતી. કાયદાકીય બાબતોમાં આપણે ટિપ્પણીઓ નથી કરતા. મને વિશ્વાસ છે કે સારું કામ કર્યું છે, જનહિતમાં કામ કર્યું છે તો નિશ્ચિતરૂપે નિર્દોષ પણ સાબિત થઈ જશું.

સાડા છ કરોડ લોકોના કામ કરવા મળશે
નરેન્દ્ર મોદી, અમિતભાઈ, જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, સીઆર પાટીલ આ બધા લોકો રાષ્ટ્રહિતમાં કામ કરી રહ્યા છે. આવા સમયે મારી પણ જવાબદારી બને છે કે પ્રદેશના હિતમાં આ મોટા રાષ્ટ્રસેવાના યજ્ઞમાં નરેન્દ્રભાઈનો નાના સિપાહી બનીને કામ કરું. આજે પાર્ટી મુખ્યાલય શ્રી કમલમ્ ખાતે પાર્ટીના વિશિષ્ટ નેતાઓની હાજરીમાં હું પાર્ટીમાં સામેલ થયા છું મને વિશ્વાસ છે કે જે યોજના અને સપના સાથે અહીં રાજ્યના સાડા છ કરોડ લોકો માટે કામ કરવા મળશે તેને નિષ્ઠાથી નિભાવીશ. લોકો જાણે છે કે જ્યાં હું હતો. ત્યાં કોઈપણ પ્રકારનું જનહિત કે જનતાની ભાવના સાથે જોડાયેલા એક પણ મુદ્દા પર કામ કરાતું નહતું. નિશ્ચિતરૂપે કહી શકું છું કે જે છત્રછાયામાં આવ્યો છું ત્યાં જનહિતનું કાર્ય પૂરી ઈમાનદારી કરી શકીશ અને દિલથી શુદ્ધ મનથી કામમાં કરવાનો મોકો મળશે. નરેન્દ્રભાઈ નેતૃત્વમાં સમગ્ર દેશમાં જે અપેક્ષા છે ભારતને વિશ્વગુરુ બનાવવાનો સહયોગ મારા જેવા નાના લોકોનો સહયોગ સાથે મળીને આપીશું. આજ પાર્ટીના અધ્યક્ષ પાટીલ અને પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિનભાઈ, પાર્ટીના અન્ય કાર્યકર્તા અને સાધુસંતોની ઉપસ્થિતિમાં સામેલ થયો છું, ત્યારે મારો ઉત્સાહમાં ખૂબ વધારો થયો છું. કોઈપણ પરિસ્થિતિ કે અહીંથી અલગ થઈ કે અલગ સિસ્ટમથી અલગ કામ કરવા નથી માગતો. હું પહેલાથી કહેતો આવ્યો છું કે મારે કામ કરવું છે જે જનતાના હિતો માટે હોય. મને વિશ્વાસ છે કે હું અહીંથી કરીશ.

ભાજપમાં જોડાયાનું કારણ આપ્યું.
ભાજપમાં જોડાયાનું કારણ આપ્યું.

સત્તા સામે આક્રમકતાથી લડ્યા
અમારું આંદોલન સત્તાની સામે હતું અને ખૂબ આક્રમકતા સાથે હતું. નવ મહિના જેલમાં પણ રહ્યો, મારા પર રાજદ્રોહનો કેસ ચાલ્યો છે, મારા પર 24 કેસ થયા છે. સવાલ એટલો જ છે કે જનહિત, લોકો માટે લડો ત્યારે સ્વાભાવિક છે સત્તા સામે, સત્તામાં આવેલા નેતાઓની સામે આક્રમકતાથી લડવાનું હોય. એ લડો ત્યારે જ જે હિત કે પ્રયાસ ફળીભૂત થાય. નવાઈની વાત એ નથી કે અમે લડ્યા છીએ, અમે લડ્યા ત્યારે સરકારે આપવું પડ્યું છે. હું વિપક્ષમાં હતો ત્યારે 370ની કલમ હટાવી ત્યારે મે ગૃહમંત્રી અને નરેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. રામમંદિર બનાવવાનો નિર્ણય કરાયો ત્યારે મે આભાર વ્યક્ત કર્યો છે.

બેજવાબદાર રીતે પ્રત્યુત્તર
હું થોડું સળગાવવા ગયો છું, હાર્દિકે આંદોલન હિંસા મુદ્દે સામે સવાલ કર્યો અને જવાબ આપ્યો કે, મેં સળગાવી છે, મારો કોઈ રોલ છે. મેં જાતે થોડી સળગાવ્યું છે. હું થોડું સળગાવવા ગયો છું, જે અસામાજિક તત્વો હોય જેણે આ કામ કર્યું છે. તેમની સામે કાર્યવાહી થઈ જ છે અને કેસ પણ થયા છે.

કોંગ્રેસ પર આરોપનો મારો ચલાવ્યો.
કોંગ્રેસ પર આરોપનો મારો ચલાવ્યો.

કોંગ્રેસ પર હિન્દુ ધર્મની લાગણી સમજતા ન હોવાનો આરોપ
અયોધ્યામાં રામમંદિર નિર્માણ શરૂ થયું. ત્યારે મેં અસંખ્ય વખત કહ્યું જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં કહ્યું કે, આવું ભગીરથ કાર્ય 105 કરોડ હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલા પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે ત્યારે જો ગુજરાત કોંગ્રેસના નેતાઓ હિન્દુ ધર્મની લાગણી સમજતા હોય તો ત્યાં આર્થિક સહયોગ કરવાની જરૂર છે. ત્યારે પણ કોઈપણ પ્રકારની ચર્ચા, સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો નહીં. જ્યારે મે રાજીનામું લખ્યું ત્યારે મીડિયાના મિત્રો કહેતા કે હાર્દિકભાઈ આ રાજીનામું તો કમલમના માધ્યમથી લખાયું છે. ત્યારે પણ કહ્યું હતું કે આ વાત સાચી છે અને ચાર દિવસ પર ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રામશીલા પર કતૂરા પેશાબ કરે છે એવું નિવેદન કરીને હકીકત સાબિત કરી છે. આજે કમલમના કાર્યાલયમાં માત્ર હાર્દિકની અપેક્ષાઓ નથી જોડાયો ગુજરાતના સાડા છ કરોડ લોકોની અપેક્ષા કાર્યાલય સાથે જોડાયેલી છે અને એ અપેક્ષા કઈ 27 વર્ષ જે પાર્ટીને સત્તા પહોંચાડ્યા છે એ લોકોની અમારે જરૂર છે. રાષ્ટ્રહિતનું કામ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...