તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેતાઓમાં સંક્રમણ:કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ કોરોના પોઝિટિવ, ડોક્ટરની સલાહ મુજબ હાલમાં હોમ આઈસોલેટ થયા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાર્દિક પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
હાર્દિક પટેલની ફાઈલ તસવીર
  • હાર્દિક પટેલે ટ્વીટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું

રાજ્ય સહિત દેશભરમાં કોરોનાની મહામારીથી હાહાકાર મચ્યો છે. સામાન્ય લોકોની સાથે સાથે નેતાઓ, ડોક્ટરો, પોલીસકર્મીઓ સૌ કોઈ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. એવામાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ કોરોના સંક્રમિત થઈ ગયા છે. હાર્દિક પટેલે પોતે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. હાલમાં તે ડોક્ટરની સલાહ પર હોમ આઈસોલેટ થયા છે. હાલમાં ઘરમાં જ તેની સારવાર ચાલી રહી છે.

હાર્દિક પટેલે ટ્વીટ કરીને આપી જાણકારી
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, હું આજે કોરોના પોઝિટિવ આવ્યો છું. ડોક્ટરની સલાહ અનુસાર ઘરમાં જ મારી સારવાર થઈ રહી છે. તમારા પ્રેમ અને પ્રાર્થનાથી હું જલ્દી જ સાજો થઈ જઈશ.

કોંગ્રેસ પાસે 65 MLA છે, અમને પણ કામ બતાઓ
નોંધીનય છે કે થોડા દિવસો પહેલા જ કોંગ્રેસનેતા હાર્દિક પટેલે પણ સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રીને કોરોના મહામારીમાં કોંગ્રેસને પણ મદદ કરવા દેવાની વિનંતી કરી હતી. હાર્દિક પટેલે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, હું આપને વિનંતી કરું છું કે કોરોના મહામારીમાં ગુજરાતની જનતાને બચાવો અને તેમની મદદ કરો. ગુજરાતમાં અમારી પાર્ટી કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે તો અમને પણ કામ બતાઓ, જેથી અમે જનતાના હિત માટે સરકારની મદદ કરી શકીએ. આવી અણધારી મહામારીમાં સરકાર અને વિપક્ષે સાથે મળીને જનતાનું કામ કરવું જોઈએ, સરકાર અમને અને અમારા ધારાસભ્યોને જે પણ આદેશ આપશે સાથે મળીને લોકોનું કામ કરીશું. લોકો ખૂબ જ તકલીફમાં છે, અભિમાન છોડો અને જનતાનું વિચારો.

હાર્દિક પટેલે ફેસબુક CM રૂપાણીને સંબોધીને પોસ્ટ શેર કરી હતી.
હાર્દિક પટેલે ફેસબુક CM રૂપાણીને સંબોધીને પોસ્ટ શેર કરી હતી.