તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયબર ક્રાઈમ:અમદાવાદ પાસેના ગામની ફેશન ડિઝાઈનર યુવતીનો યુવક ઈન્સ્ટાગ્રામ પર પ્રોફાઈલ પિક્ચર મૂકી હેરાન કરતો, સાયબર ક્રાઈમમાં ફરિયાદ

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરેશાન કરનાર અન્ય કોઈ નહીં પરંતુ ઝઘડા થતાં સગાઈ ન થઈ શકી તે યુવક હતો

બારેજડી પાસેના નાંદેજ ગામમાં રહેતી ફેશન ડિઝાઈનર યુવતીનો અને પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર પ્રોફાઈલ ફોટો તરીકે મૂકી હેરાન પરેશાન કરનાર યુવક સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઇ છે. યુવતીને અવારનવાર અલગ અલગ આઇડી બનાવી રિક્વેસ્ટ મોકલી યુવક હેરાન પરેશાન કરતો હતો. પરેશાન કરનાર યુવક અન્ય કોઈ નહીં પરંતુ જેની સગાઈ થવાની હતી પરંતુ ઝઘડાને કારણે સગાઈ કરી ન હતી તે યુવક હોવાનું બહાર આવતાં યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

યુવતીએ યુવકને સોશિયલ સાઈટ પર બ્લોક કર્યો હતો
નાંદેજ ગામમાં રહેતી ફેશન ડિઝાઈનર યુવતી મણિનગર ખાતે તેના મોટાબાપુના ઘરે આવતી જતી હતી. યુવતીના ઇન્સ્ટાગ્રામ પર rveer67 નામના એકાઉન્ટ પરથી રિક્વેસ્ટ આવતાં તેને એક્સેપટ કરી હતી. જેમાં તેની સગાઈ થવાની હતી પરંતુ ઝઘડાને કારણે પરિવારે સગાઈ કરી ન હતી તે યુવક રઘુવીરસિંહનો ફોટો હતો. હેરાન કરવા માટે આઈડી બનાવ્યા હોવાનું લાગતા તેણે બ્લોક કરી દીધો હતો. બાદમાં અલગ અલગ આઈડીથી રિક્વેસ્ટ આવતી હતી. અલગ અલગ આઇડીથી એકાઉન્ટ બનાવી યુવતી અને રઘુવીરસિંહનો ફોટો પ્રોફાઈલ તરીકે મુકી સમાજમાં હેરાન થાય તેવું કરતા યુવતીએ સાયબર ક્રાઈમમાં અરજી આપી હતી. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો