તપાસ:હાઈકોર્ટનાં મહિલા અધિકારીની પટાવાળા વિરુદ્ધ છેડતીની ફરિયાદ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક દિવસ કેન્ટિન પાસે મહિલાને રોક્યા બાદ પીછો કરતો હતો

હાઈકોર્ટના એક મહિલા અધિકારીનો આવતા જતા રસ્તામાં પીછો કરતાં પટાવાળાએ મહિલા અધિકારીને એક દિવસ રસ્તામાં રોક્યા હતા અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, મહિલા અધિકારી પરિણીત હોવાથી તેઓ ના પાડીને ત્યાંથી જતાં રહ્યાં હતાં તેમ છતાં પણ પટાવાળો પીછો કરતો હોવાથી આખરે આ અંગે પોલીસ ફરિયાદ થઈ છે. આંબાવાડીમાં રહેતા હાઈકોર્ટના ડેપ્યુટી રજિસ્ટ્રાર રણજિત હરપળેએ કેતનકુમાર મડિયા વિરુદ્ધ સોલા હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવી છે, જે મુજબ કેતનકુમારે હાઈકોર્ટના એક મહિલા અધિકારીને 18 જુલાઈ 2019ના રોજ કેન્ટિન પાસે ઊભા રાખી બે મિનિટ વાત કરવા કહ્યું હતું.

જોકે મહિલાએ કેતનકુમારને પૂછતાં તેણે હાઈકોર્ટમાં જ કામ કરતો હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ આ મહિલાએ કેતનને પટાવાળાના ડ્રેસમાં જોયો હતો. જ્યારે થોડા દિવસ બાદ કેતનકુમારે આ મહિલાને રસ્તામાં રોકીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. મહિલાએ પરિણીત હોવાની વાત કરતા કેતનેે કહ્યું હતું કે, વાંધો નહીં હું પણ પરણેલો છું તેમ કહી અવારનવાર પીછો કરી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી મહિલાએ ડે. રજિસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...