કોરોનાની અસર:IIM અમદાવાદમાં હેપ્પીનેસ કોર્સ, બ્રીથ અવેરનેસ, યોગ અને ધ્યાનથી ખુશ રહેવા તાલીમ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોનાના કારણે બિઝનેસ-નોકરીમાંથી ખુશી ગાયબ

આઈઆઈએમ અમદાવાદમાં વિદ્યાર્થીઓ આજકાલ મેનેજમેન્ટની સાથે બ્રીથ અવેરનેસ, ઈટિંગ મેડિટેશન, થોડ મેડિટેશન, લવિંગ એન્ડ કાઈન્ડ મેડિટેશન, બોડી સ્કેન અને યોગ જેવા અનોખા કોર્સ કરીને જીવનને વધુ સારું બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હકીકતમાં કોરોનાના કારણે બિઝનેસ અને નોકરીમાંથી ખુશી છીનવાઈ ગઈ છે. તેના કારણે નોકરિયાતોમાં તણાવ ખૂબ વધી ગયો છે.

આઈઆઈએમ-અમદાવાદના ઓર્ગેનાઈઝેશનલ બિહેવિયરના એસો. પ્રો. વિશાલ ગુપ્તા કહે છે કે, ‘કોરોના પછી ઈમોશનલ ઈન્ટેલિજન્સ-માઈન્ડ પાવર અને લીડરશિપ પર રિસર્ચ દરમિયાન ઈન્ડસ્ટ્રીના લોકો સાથે વાતચીત કરતા ખબર પડી કે, તેમના જીવનમાંથી આનંદ ગાયબ છે. લોકો ખુશ હોવા છતાં તે સારી રીતે અનુભવી નથી શકતા. એટલે અમે હેપ્પીનેસ કોર્સ ચાલુ કર્યા છે. આ પ્રોગ્રામનું નામ હીલ (હેપ્પીનેસ, ઈમોશનલ ઈન્ટેલિજન્સ અેન્ડ ઓથેન્ટિક લિવિંગ) છે.’

આઈઆઈએમ-એના બે વર્ષના પીજીપી પ્રોગ્રામ એક વર્ષના પીજીપીએક્સ અને પીએચડી વિદ્યાર્થીઓ માટે વિકલ્પ તરીકે આ કોર્સ રખાયો છે. તેમાં 100થી વધુ વિદ્યાર્થીએ સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હાલ આ પ્રોગ્રામ ફક્ત વિદ્યાર્થીઓ માટે છે. આવતા વર્ષે આ પ્રોગ્રામ ઈન્ડસ્ટ્રીના પ્રોફેશનલ્સ માટે પણ શરૂ કરાશે. આ કોર્સમાં શ્વાસ પર ધ્યાન આપવાનું, મેડિટેશન વગેરેની પ્રેક્ટિકલ તાલીમ અપાય છે. જેમ કે, ઈટિંગ મેડિટેશન વખતે ભોજનની 15-20 મિનિટનું મહત્ત્વ સમજાવાય છે. તેને માઈન્ડફૂલ ઈટિંગ પણ કહે છે. તણાવ દૂર કરવા માઈન્ડફૂલ ઈટિંગ શીખવાય છે. આ કોઈ કોર્સ ઓનલાઈન નથી રખાયા કારણ કે, તે ક્લાસરૂમમાં જ યોગ્ય રીતે થઈ શકે છે.

ખુશીનો સંબંધ યોગ સાથે, એટલે કોર્સમાં તે પણ જોડ્યુંઃ પ્રો. ગુપ્તા
યોગ અને ખુશી એકબીજા સાથે જોડાયેલા છે. એટલે આ કોર્સમાં યોગ પણ છે. પ્રો. વિશાલ ગુપ્તા કહે છે કે, બીજા માટે ઉદાર રહેવા લવિંગ એન્ડ કાઈન્ડનેસ મેડિટેશન શીખવાય છે. મેડિટેશન લક્ષ્ય હાંસલ કરવાની નહીં, પરંતુ અનુભવની પ્રક્રિયા છે.

અન્ય સમાચારો પણ છે...