અમદાવાદનું સૌથી પ્રાચીન લક્ષ્મી મંદિર:એલિસબ્રિજ વિસ્તારમાં આઝાદી પહેલાં બન્યું હતું; 83 વર્ષ જૂનાં આ મંદિરનો પ્રતિષ્ઠા દિવસ મહાસુદ તેરસના દિવસે ઊજવાય છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહાલક્ષ્મી મંદિર, એલિસબ્રિજ, અમદાવાદ - Divya Bhaskar
મહાલક્ષ્મી મંદિર, એલિસબ્રિજ, અમદાવાદ

એલિસબ્રિજ પાસે આવેલું માતા લક્ષ્મીનું મંદિર શહેરનું સૌથી પ્રાચીન મંદિર મનાય છે. આ ભવ્ય મંદિરની સ્થાપના વર્ષ 1938માં થઈ હતી. માતા લક્ષ્મીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. પોતાની મનોકામના પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ શુક્રવારે ચાલતા મંદિરે આવવાની બાધા પણ રાખે છે. ધનતેરસ અને દિવાળીના દિવસે અહીં વિશેષ પૂજાનું આયોજન કરાય છે. ધનતેરસે લક્ષ્મી માતાને સુંદર શણગાર કરી યંત્ર પૂજન કરાય છે.

વિશેષતાઃ આ મંદિર શહેરનું સૌથી પ્રાચીન મંદિર મનાય છે. મંદિરમાં લક્ષ્મી માતાની મૂર્તિ વિષ્ણુપ્રિયા સ્વરૂપમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ સાથે જોવા મળે છે. આ મૂર્તિ રામબલી મહારાજ દ્વારા દક્ષિણ ભારતમાં જઈ ત્યાંની મૂર્તિઓથી પ્રેરણા લઈ જયપુરમાં બનાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...