તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નરોડાથી હંસપુરા થઈ એસપી રિંગ રોડ પર છેલ્લા એક વર્ષ કરતા વધારે સમયથી ઓવરબ્રિજ બને છે. થોડા સમયમાં જ આ ઓવરબ્રિજ સર્કલ પર નીચેથી અવર જવર બંધ કરી દેવાઈ છે જેને લઈને દહેગામ તરફ જતા 1 લાખ કરતા વધારે વાહનોને 2 કિમી ફરીને જવું પડે છે. આ ઉપરાંત આ સર્કલ પર સવારે અને સાંજે વાહનોનો ખડકલો થઈ જાય છે. એક તરફ ટ્રાફિક જામની સમસ્યા અને બીજી તરફ જે વાહનોને અમદાવાદમાં પ્રવેશ કરવો હોય કે દહેગામથી આગળ તરફ જવું હોય તેમને 2 કિમી કરતા વધારે યુટર્ન લેવો પડે છે. જેથી વધુ ટ્રાફિક થાય છે.
નરોડા હંસપુરા થઈ રિંગ રોડ જતાં મુશ્કેલી પડી રહી છે
નરોડાથી હંસપુરા થઈ સરદાર પટેલ રિંગ રોડ જતાં અત્યારે બહુ મુશ્કેલી પડી રહી છે. તેમાં પણ જ્યારે દહેગામથી આગળ જવાનું થાય ત્યારે સીધા જવાના બદલે રસ્તો બંધ હોવાથી 2 કિલોમીટર યુટર્ન લઈને જવું પડે છે. ધીમી ગતીના કામને કારણે અસંખ્ય લોકોને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. - પ્રદીપ શર્મા, સ્થાનીક
સમયસર કામ પૂરું કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની પણ છે
બ્રિજનું કામ સમયસર પૂરું કરવાની જવાબદારી કોન્ટ્રાકટરની પણ પહેલા છે. તેઓ સમયસર કામ પૂરુ કરે તે માટે તેમના પર અંકુશ રાખવો પણ જરૂરી છે. હજારો વાહનોના ઈંધણ બળી રહ્યા છે. ઉપરથી પેટ્રોલ ડિઝલના ભાવ વધી રહ્યા છે. હજૂ પણ કામ પૂરું થતા છ મહિનાથી વધુ સમય લાગે તેવી શક્યતા તો છે જ. જેથી વધુ મુશ્કેલી શહેરીજનોને ભોગવવી પડશે.- નીલેશ પટેલ, સ્થાનિક
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.