તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાહક સુરક્ષા:દાગીના પર હોલમાર્ક અંગેની ફરિયાદ BIS કેરમાં કરી શકાશે, હવે દાગીના 14, 18, 22 કેરેટમાં વેચવા જરૂરી

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ચકાસણી માટે 200 રૂપિયા ફી ભરવી પડશે

કેન્દ્ર સરકારે દાગીનામાં હોલમાર્ક ફરજિયાત કરતાં અંસતોષ હોય તો ગ્રાહક બીઆઇએસ કેર મોબાઇલ એપ પર ફરિયાદ કરી શકશે. વેપારીએ હવે 14,18,22 કેરેટમાં દાગીના વેચવા પડશે. ગ્રાહકો માહિતગાર ન હોવાથી આ અંગેનું બોર્ડ દુકાન બહાર મૂકવા ગ્રાહક સુરક્ષા-પગલાં સમિતિ અને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીએ બીઆઇએસ સમક્ષ રજૂઆત કરી છે. ચકાસણી માટે રૂ. 200 ફી ભરવી જરૂરી છે.

ગ્રાહક સુરક્ષાના ચેરમેન જશવંતસિંહ વાઘેલાએ કહ્યું કે, કેન્દ્ર સરકારે ગત 15મી જાન્યુઆરીથી દાગીના પર હોલમાર્ક ફરજિયાત કરતા દેશમાં તેનો અમલ શરૂ થઇ ગયો છે. જોકે, ગ્રાહકો તેનાથી અજાણ હોવાથી જ્વેલર્સે બીઆઇએસનું રજિસ્ટ્રેશન દુકાનમાં દેખાય તે રીતે મૂકવા તાકીદ કરાઇ છે. ગ્રાહક મેગ્નિફાઇંગ ગ્લાસથી સોનાના હોલમાર્ક દાગીના પરના ચાર માર્ક ચકાસી શકે છે.

ગ્રાહક સુરક્ષા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે કહ્યું કે, દાગીનાના હોલમાર્ક, વજન સહિતની મહિને 5 ફરિયાદ આવતી હતી. હવે નવા કાયદાથી ફરિયાદો ઘટશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો