ગુજરાતમાં વેક્સિનેશન:રાજ્યની 18+ની અડધી વસતીને પહેલો અને 15%ને બન્ને ડોઝ મળ્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજ્યમાં કુલ રસીકરણ 3.20 કરોડ, 2.46 કરોડને પહેલો ડોઝ

રાજ્યમાં કુલ રસીકરણ 3.20 કરોડ થયું છે. 2.46 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે જ્યારે 76 લાખ લોકોને બીજો ડોઝ અપાઇ ગયો છે. 18 વર્ષથી ઉપરના અંદાજે 4.93 કરોડ લોકોમાંથી 65%નું રસીકરણ અત્યાર સુધી થયું છે. જેમાં 50%ને પહેલો ડોઝ, 15%ને બન્ને ડોઝ અપાયા છે. રાજ્યની અંદાજિત કુલ વસતી 6.79 કરોડ અનુસાર, 47% લોકોનું રસીકરણ થયું છે જેમાં 36%ને પહેલો ડોઝ જ્યારે 11%ને બન્ને ડોઝ અપાયા છે. પ્રોજેક્શન રિપોર્ટ મુજબ, રાજ્યમાં 18થી 45 વર્ષની વયના અંદાજે 3.09 કરોડ લોકો જ્યારે 45 વર્ષની ઉપરના અંદાજે 1.83 કરોડ લોકો છે.

અમદાવાદ શહેરમાં 68%ને પહેલો ડોઝ, 19%ને બન્ને ડોઝ અપાયા છે. સુરત શહેરમાં 60%ને પહેલો ડોઝ, 19%ને બન્ને ડોઝ મળ્યા છે. વડોદરા શહેરમાં 87%ને પહેલો ડોઝ, 28%ને બન્ને ડોઝ મળ્યા છે. રાજકોટ શહેરમાં 69%ને પહેલો ડોઝ, 22%ને બન્ને ડોઝ મળ્યા છે. 18થી 45 વર્ષની વયજૂથમાં 1.05 કરોડને પહેલો ડોઝ અને 4.62 લાખ લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધુ વયના 1.20 કરોડ લોકોને પહેલો ડોઝ અને 57 લાખ લોકોને બીજો ડોઝ અપાયો છે. રાજ્યમાં 30 નવા કેસ નોંધાયા છે. સતત 10મા દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ થયું નથી. રીકવરી રેટ 98.74 ટકા થયું છે.

18થી 45નું 12% રસીકરણ, 45થી ઉપરમાં 28%

કેટેગરીવસતીપહેલો ડોઝટકાબીજો ડોઝટકા
18-45 વર્ષ3.09 કરોડ1.05 કરોડ33%4.62 લાખ1.30%
45થી ઉપર1.83 કરોડ1.20 કરોડ66%57 લાખ31%
કુલ4.93 કરોડ2.46 કરોડ50%76 લાખ15%

સ્રોત - ગુજરાત કોવિડ-કોવિન ડેશબોર્ડ, કુલ રસીકરણમાં હેલ્થલાઇન વર્કર-ફ્રન્ટલાઇન સામેલ

વડોદરા શહેરમાં સૌથી વધુ 87% જ્યારે અમદાવાદ શહેરમાં 68%ને પહેલો ડોઝ

શહેરવસતીપહેલો ડોઝટકાબીજો ડોઝટકા
અમદાવાદ41.87 લાખ28.35 લાખ68%8.15 લાખ19.00%
સુરત33.53 લાખ20.12 લાખ60%6.37 લાખ19%
વડોદરા13.15 લાખ11.47 લાખ87%3.69 લાખ28%
રાજકોટ11.75 લાખ8.15 લાખ69%2.59 લાખ22%

​​​​​​​4 જિલ્લાઓમાં શૂન્ય જ્યારે 17 જિલ્લામાં 5થી ઓછા અેક્ટિવ કેસ

રાજ્યમાં એક્ટિવ કેસ ઘટીને 285 થયા છે. સૌથી વધુ અમદાવાદમાં 80 એક્ટિવ કેસ છે. અરવલ્લી, છોટાઉદેપુર, મોરબી, પંચમહાલ જિલ્લાઓમાં હાલમાં એકપણ એક્ટિવ કેસ નથી. 17 જિલ્લાઓમાં 5થી ઓછા એક્ટિવ કેસ છે.

બાળકોની રસી - ઓગસ્ટ મહિનામાં આવી શકે છે
બાળકોની કોરોના રસી ઓગસ્ટ સુધી બજારમાં આવી શકે છે. તેના થોડા દિવસમાં બાળકોનું રસીકરણ પણ શરૂ થઈ શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભાજપની સંસદીય દળની બેઠકમાં આ માહિતી આપી હતી. આ બેઠકના અધ્યક્ષ સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા. નિષ્ણાતોના મતે, આ રસી કોરોના સંક્રમણને કાબૂમાં લેવાનું મોટું પગલું હશે. ત્યાર પછી સ્કૂલો પણ ખોલી શકાશે. દેશમાં કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધુ અસર થશે એવી આશંકા પણ છે.

અન્ય સમાચારો પણ છે...