તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસની બેઠકમાં મુદ્દો ચમક્યો:ભાજપ સરકારના મંત્રી હકુભાના પત્નિએ કોંગ્રેસના કોર્પોરેટરનો કાર્યકાળ પૂરો કર્યો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર: ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા) - Divya Bhaskar
ફાઇલ તસવીર: ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)
 • કોંગ્રેસની બેઠકમાં પક્ષ ન છોડનારને પક્ષમાંથી દૂર ન કર્યાનો મુદ્દો ચમક્યો
 • પરેશ ધાનાણીના નિવાસ સ્થાને સિનિયર નેતાઓની બેઠક મળી હતી

કોંગ્રેસની કો-ઓર્ડિનેશન અને તાલુકા-જિલ્લા પંચાયતોના સભ્યોની શનિવારે અમદાવાદમાં પ્રદેશ કાર્યાલયે બેઠક મળી હતી. આ બેઠકમાં પક્ષ પલટુંઓનો મુદ્દો ઉગ્ર ચર્ચા સાથે ચર્ચાયો હતો. આ ચર્ચામાં એવી બાબત બહાર આવી હતી કે, કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા પછી મંત્રી થનાર જામનગરના ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)ના પત્નિએ જામનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટર તરીકે જ કાર્યકાળ પૂરો કર્યો છતા પક્ષ તરફથી પગલા લેવાયા નથી. આ રીતે તાલુકા-જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કોંગ્રેસમાંથી ચૂંટાયા પછી ભાજપમાં જનાર 60 જેટલા સભ્યો સામે કોઇ કાર્યવાહી કેમ કરાઇ નહીં?

બેઠકમાં આવી ગંભીર બાબતમાં પક્ષના ટોચના નેતાઓ બેદરકારી કરી રહ્યા છે તેની દાખલા સાથે વાત કરવામાં આવી હતી અને કોંગ્રેસ છોડીને જનાર નેતાઓને કોંગ્રેસ સસ્પેન્ડ ન કરી શકે અને પક્ષના ચોપડે તેમના નામ બોલે તેની ટીકા થઇ હતી. દરમિયાનમાં પરેશ ધાનાણીના નિવાસ સ્થાને સિનિયર નેતાઓની બેઠક મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો