કોરોનાની આડઅસર:સ્ટ્રેસ વધતાં 20 વર્ષના યુવકોના માથાના વાળ ખરવાની સમસ્યા 50% વધી; ડોક્ટરોએ કહ્યું - સ્ટ્રેસને લીધે પુરુષના હોર્મોન્સ પર પણ અસર

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોવિડના ડર તેમજ વર્ક ફ્રોમ હોમને કારણે યુવાનોમાં પણ સ્ટ્રેસનો વધારો જોવા મળ્યો છે. તજજ્ઞોના જણાવ્યા મુજબ કોરોના બાદ 20થી 60 વર્ષના લોકોમાં વાળ ખરવાની તકલીફમાં 50 ટકાનો વધારો થયો હતો. સ્ટ્રેસને લીધે પુરુષોના ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ પર અસર થાય છે, જેને તબીબી ભાષામાં ‘ડ્રાય હાઇસ ટેસ્ટોસ્ટેરોન’ કહે છે. જોકે, વાળ ખરવાની સમસ્યા શરૂ થાય તે સાથે તાત્કાલિક નિદાન-સારવારથી વાળ ખરવાની સમસ્યા કંટ્રોલ કરી શકાતી હોવાનું ડોક્ટર જણાવી રહ્યાં છે.

ડર્મેટોલોજિસ્ટ ડો.નિશીતા શેઠ જણાવે છે કે, વિવિધ કારણસર દર બીજી વ્યકિતમાં વાળ ખરવાની તકલીફ જોવા મળે છે. કોવિડ બાદ લોકોમાં સ્ટ્રેસની અસરને કારણે શરીરના વિવિધ રોગોમાં વધારો થયો છે, પણ ઘણાં ઓછા લોકો જાણતા હશે કે સ્ટ્રેસને કારણે શરીરના હોર્મોન્સ પર વિપરીત અસર થાય છે, જેને કારણે કોવિડ દરમિયાન વાળ ખરવાની સમસ્યાના કેસ 50 ટકા વધ્યાં છે. ખાસ કરીને 20થી 60 વર્ષના લોકોમાં અને તેમાંય પુરુષોમાં વાળ ઓછા થવા કે ટાલ પડવાની તકલીફ સૌથી વધુુ જોવા મળી છે.

માથાની નસમાં લોહી જામવાથી વાળ ખરે છે
સ્ટ્રેસને લીધે પુરુષોના ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ પર અસર થાય છે, જેને તબીબી ભાષામાં ‘ડ્રાય હાઇસ ટેસ્ટોસ્ટેરોન’ કહે છે. સ્ટ્રેસને લીધે આ હોર્મોન્સ માથાની લોહીની નસોમાં જમા થવા લાગે છે, જેના કારણે વાળ સાથે જોડાયેલી લોહીની નસોમાં બ્લોકેજ થતાં વાળને જરૂર હોય તેટલું પૂરતું પોષણ મળતું નથી. આ સ્થિતિમાં શરૂઆતમાં ધીરે ધીરે વાળ પાતળા થાય છે અને સારવારને અભાવે ખરવા લાગે છે.

સમસ્યા અટકાવવા ચોક્કસ નિદાન જરૂરી
વાળ ખરવાની તકલીફ હોય તેવાં લોકોનું ક્લિનિકના ઇન હાઉસ ફાર્માસિસ્ટ દ્વારા નિદાન કરીને ચોક્કસ કારણ શોધવામાં આવે છે. ત્યારબાદ ચોક્કસ પ્રકારની દવા અપાય છે, જે ડ્રાય હાઇસ ટેસ્ટોસ્ટેરોન (ડીએચટી) બ્લોકરનું કામ કરે છે, જેના દ્વારા માથાની બ્લોકેજ નસોમાં ફરીથી રક્તસ્ત્રાવ શરૂ થાય છે, જેને કારણે વાળના મૂળ મજબૂત બને છે, વાળ ખરવાની તકલીફમાં ક્રમશ ઘટાડો થાય છે.

અન્ય સમાચારો પણ છે...