તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસના આદેશ:વિરમગામની 17 વર્ષીય બાળકી ગુમ થઈ હોવાથી હાઇકોર્ટેમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરાઈ હતી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટેના આદેશ મુજબ જિલ્લા SPએ રિપોર્ટ રજૂ કર્યો ન હતો અને તપાસ માટે સમય માંગ્યો: એડવોકેટ
  • હાઇકોર્ટે આ બાબતે જિલ્લા SPને ટકોર કરી અને તેઓને સઘન તપાસ કરી 9 જુલાઈ સુધી પોતે રિપોર્ટ કોર્ટ ને સોંપે તેવો આદેશ કર્યો: એડવોકેટ

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં રહેતા એક પરિવારની પુત્રી ગુમ થતા હાઇકોર્ટેમાં હેબિયસ કોરપર્સ દાખલ કરાઈ છે. 2 ફેબ્રુઆરીએ બાળકીના પિતા કામની શોધમાં મોરબી ગયા હતા. આ બાળકી ઘરે તેના પિતરાઈ ભાઈ સાથે હતી તે દિવસ એ તેના પિતા એ ઘરે કોલ કર્યો અને તેના પિતરાઈ ભાઈએ ફોન ઉપાડીને કહ્યું કે, બહેન 3 વાગે બજારમાં કપડાં ખરીદવા ગઈ હતી હજી પાછી નથી આવી. અત્યારે 10 વાગ્યા છે. તેના પિતાએ તરત જ બાળકીના મોબાઈલ પર કોલ કર્યો પરંતુ ફોન સ્વીચઓફ આવ્યો ત્યારબાદ તેઓ એ ઘરે આવીને આજુબાજુ તપાસ કરી તો પણ કોઈ બાબત જાણવા ન મળી.તેઓ પોલીસ ને જાણ કરી એના 20 દિવસ બાદ પોલીસે આ બાબતે FIR નોંધી હતી. ત્યારબાદ હાઇકોર્ટેમાં આ બાબતે હેબિયસ કોપર્સ દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે સુનાવણી દરમિયાન જિલ્લા SPએ આદેશ કર્યો હતો કે, 22/06/2021 સુધી કોર્ટમાં બાળકીને શોધી લાવો અથવા તો રિપોર્ટ લઈને કોર્ટમાં હાજર થાવ.

એડવોકેટ શમશાદખાન પઠાણે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 23 ફેબ્રુઆરીએ વિરમગામની આ 17 વર્ષીય બાળકી ગુમ થયાની FIR વિરમગામ ટાઉનપોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરવામાં આવી હતી. તેની સુનવણી દરમિયાન કોર્ટે જિલ્લા SPને આદેશ કર્યો હતો કે, તેઓ બાળકીને શોધીને લાવે અથવા તો તપાસ અંગેનો રિપોર્ટ 22 જૂન સુધી કોર્ટમાં રજૂ કરે. જોકે 22 તારીખે SPએ રીપોર્ટ રજૂ કર્યો ન હતો અને બાળકી પણ મળી ન હતી. સાથે આ બાબતે સરકારી વકીલે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. કોર્ટે આ બાબતે SPને પોતે સધન તપાસ કરવા અને આ તપાસનું સુપરવિઝન કરીને રિપોર્ટ 9 જુલાઈ સુધી કોર્ટમાં રજૂ કરવા માટે આદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...