તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્ટોનમેન્ટમાં આવેલી ક્લબનો વિવાદ:જીમખાના ક્લબને બંધ કરવા અલ્ટિમેટમ અપાયું, ડિફેન્સ એસ્ટેટ ઓફિસરે 15 દિવસની મુદત આપી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલી બ્રિટિશ સમયમની જૂની કલબ અમદાવાદ જીમખાના ક્લબની લીઝ રદ કરતી નોટિસ સંરક્ષણ મંત્રાલયે આપી હતી. હવે ડિફેન્સ એસ્ટેટ ઓફિસર ગુજરાત સર્કલે પણ નોટિસ પાઠવીને 15 દિવસમાં ક્લબના મૂવેબલ સામાન ખાલી કરીને બિલ્ડિંગ સોંપી દેવા જણાવ્યું છે. આ ઉપરાંત ક્લબ કેમ ખાલી ન કરાવી તે અંગેની સ્પષ્ટતા આપવાની એક તક 13 ઓગસ્ટના રોજ ક્લબના સત્તાધીશોને આપવામાં આવી છે.

ક્લબના પૂર્વ બોર્ડ મેમ્બર સુમેરસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ક્લબને પહેલી વખત નોટિસ નથી મળી અગાઉ પણ નોટિસ પાઠવાઈ હતી. ક્લબના સત્તાધીશો આ મુદ્દે કોર્ટમાં ગયા છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, ડિફેન્સની જગ્યા તેમને પરત નથી આપવી, જે ખૂબ દુ:ખદ છે. જીમખાનાની 90 વર્ષની લીઝ 25 જૂન 2021ના પૂર્ણ થઇ છે. સામાન્ય રીતે આ લીઝ દર 30 વર્ષે રિન્યૂ કરવાની હોય છે પરંતુ 1992થી ક્લબની લીઝ રિન્યૂ કરાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...